નિર્ણય:કોઝ ઓફ ડેથ માટે 4 વાગ્યા સુધી જ અરજી સ્વીકારાશે, 922 ફોર્મ ભરાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખો દિવસ અરજીનો પ્રવાહ ચાલુ રહેતા જન્મ-મરણ શાખામાં કામગીરીમાં બદલાવ કરાયો, 4થી 6 અરજીનો જવાબ આપવા નિર્ણય

રાજકોટ શહેરમાં કોરોનામાં સહાય માટે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ લેવા માટે હજારો ફોર્મ ઉપડ્યા છે તેમાંથી 22 તારીખે સાંજ સુધીમાં એટલે કે 4 જ દિવસમાં 922 અરજી આવી છે. હજુ પણ પ્રવાહ ચાલુ રહેતા હવે જન્મ-મરણ શાખામાં સાંજ સુધી ફક્ત અરજીઓ જ સ્વીકારવાનો સમય રહે છે પણ તે અરજીઓને જવાબ દેવા માટે કામગીરી થઈ શકતી નથી તેથી શાખાની કામગીરીમાં ફેરફાર કરાયો છે.

જન્મ-મરણ શાખાના જણાવ્યા અનુસાર હવે એમસીસીડીની અરજીઓ કે જે ઓફિસ ટાઈમે સ્વીકારાતી હતી તેના બદલે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી સ્વીકારાશે ત્યારબાદ જન્મ-મરણ શાખાનો તમામ સ્ટાફ સાંજે 4થી 6 દરમિયાન ફક્તને ફક્ત આવેલી અરજીઓની સ્ક્રૂટિની કરીને જે તે મરણ જનારના દસ્તાવેજો કાઢીને તેની નકલ કરાવી પ્રમાણિત કરી મોકલવાનું ચાલુ કરશે.

મનપા હજુ એક સર્ટિ. આપી શક્યું નથી
રાજકોટ મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ માટે એક હજાર જેટલી અરજીઓ આવી ગઈ છે. સમગ્ર સ્ટાફ આ જ કામગીરીમાં લાગતા હજુ સુધી એકપણ અરજદારને કોઝ ઓફ ડેથ સર્ટિ. આપી શકાયું નથી કે જેના સર્ટિફિકેટ નથી તેમાં પ્રમાણપત્ર આપી શકાયું નથી.

કોરોનાની સહાય માટે કલેક્ટર કચેરીમાંથી 40 ફોર્મ ઉપડ્યા
કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આવ્યા બાદ સહાય માટે જિલ્લા કલેક્ટર કચેરીએથી ફોર્મ મેળવી જમા કરવાનું હોય છે. પ્રથમ દિવસે આવા 40 ફોર્મ ઉપડ્યા છે. સહાયની શરત મુજબ એક કરતા વધુ વારસદારો હોય તો બધાનું એક સોગંદનામું કરીને એક જ ખાતામાં સહાય જમા કરવાની વિગત ભરવાની હોવાથી આ કામગીરી માટે પરિવારો હાલ દસ્તાવેજો એકઠા કરી રહ્યા છે. કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવાના શરૂ થશે ત્યારબાદ આ સંખ્યામાં વધારો આવશે.

અન્ય સમાચારો પણ છે...