કાર્યવાહી:આવાસમાં ફ્લેટ પર કબજો કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા અરજી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલનગર આવાસના કૌભાંડમાં મનપા ફોજદારી દાખલ કરશે
  • ​​​​​​​મનપાની આવાસ શાખાના અધિકારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી, આજે થોરાળા પોલીસમથકે કાર્યવાહી કરવા જશે

રાજકોટના ઉપલાકાંઠે સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં મનપાની માલિકીના ફ્લેટ ‘મામા’ અને ‘રાણો’ નામના અસામાજિક તત્ત્વોએ કબજે કરીને ભાડે ચડાવી દીધા હતા જેનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યા બાદ નાયબ મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘ તપાસ કરી રહ્યા હતા જેમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

મનપાના આવાસ સેલના અધિકારીઓએ ગોકુલનગરમાં અસામાજિક તત્ત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે. આ અરજીની નકલ સાથે અધિકારીઓ હવે ગોકુલનગર વિસ્તાર જેની હદમાં આવે છે તે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ગુરુવારે જશે અને પોલીસ ફરિયાદની કાર્યવાહી કરશે.

આ માટે આવાસ સેલના ઈન્સ્પેક્ટરને ફરિયાદી બનાવવામાં આવ્યા છે. મનપાના અધિકારીઓ ફક્ત પેશકદમીની જ નહિ પણ બે બે વખત મનપાની માલિકીના ફ્લેટના તાળાં તોડ્યા તેમજ પુરાવાનો નાશ કર્યો તે સહિતની વિગતો ઉપરાંત સ્થળ પરથી કરાયેલું રોજકામ પણ પોલીસ ફરીયાદમાં જોડવામાં આવશે. જેને લઈને ‘મામા’ પર ગાળિયો વધુ કસાઈ જશે.

‘મામા’ સામે ગાળિયો કસવા લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થશે
મનપાની કિંમતી જગ્યામાં કબજો કરી તેને નુકસાન કરી તેમજ અન્ય ફ્લેટને ભાડે ચડાવી દેવાની ચેષ્ટા બદલ મનપા પોલીસ ફરિયાદ નોંધાવી રહી છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ થયા બાદ એન્ટિ લેન્ડ ગ્રેબિંગની પણ કલમો તેમા દાખલ થાય તે માટે ફાઈલ તૈયાર કરવામાં આવશે જેમાં સૌથી પહેલા ભાડે આપનાર ‘મામા’ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ઉપરાંત રેવન્યૂ રાહે પણ તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...