અપીલ:રેલવે ટ્રેકની આસપાસ પતંગ નહિ ઉડાડવા અપીલ, ગંભીર અકસ્માત અટકાવવા તંત્ર તૈયાર

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગંભીર અકસ્માત અટકાવવા રેલવે ટ્રેકની આસપાસ પતંગ નહિ ઉડાડવા તંત્રએ અપીલ કરી છે. રેલવે વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મંડળના તમામ અનુભાગો પર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રિક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલવે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યાં ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા જેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે, જેના કારણે માનવ જીવન જોખમાય છે. 25000 વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે અને ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે.

જેના કારણે રેલવે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. વધુમાં એ પણ સૂચિત કરવામાં આવે છે કે, કેટલાક પતંગના દોરાઓ પર મેટાલિક પાઉડર કોટિંગ કરવામાં આવે છે જેના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયરની આસપાસ પતંગ ઉડાવતી વખતે માનવ જીવનને નુકસાન થઈ શકે છે. તેથી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાઉડરનો ઉપયોગ ન કરવા પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...