• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Apagiga's Mahant's Anger At Not Getting Ticket: 'Rajkot BJP Does Not Belong To Anyone', Koli Leader's Pain: 'Injustice Has Happened, We Have To Go To Congress'

કહીં ખુશી કહીં ગમ:ટિકિટ ન મળતા આપાગીગાના મહંતનો રોષ: 'રાજકોટ ભાજપ કોઈના બાપનું નથી', કોળી આગેવાની પક્ષપલટાની ચીમકી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ - Divya Bhaskar
આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ

ગુજરાતમાં ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ જામ્યો છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ભાજપે મંત્રી રૈયાણી સહિત તમામ MLAની બાદબાકી કરી નવા ચહેરાઓને ટીકીટ આપી છે. બીજી તરફ જે ઉમેદવારોએ સમાજના નામે ટિકિટની માંગ કરી હતી તેમને ટિકિટ ન મળતા રોષે ભરાયા છે. જ્યાં રાજકોટમાં આપાગીગાના ઓટલાના મહંતે રોષપૂર્વક મીડિયાને જણાવ્યું હતું કે, 'રાજકોટ ભાજપ કોઈના બાપનું નથી, ટિકિટ નથી આપી તેનો પરચો ટૂંક સમયમાં જોવા મળશે.' જયારે કોળી સમાજના ઉપપ્રમુખે કહ્યું હતું કે,'અન્યાય થયો એટલે કોંગ્રેસમાં જવું પડશે'.

ભાજપે મતદારોની ઉપેક્ષા કરી છે: દેવજી ફતેપરા
આ અંગે ગુજરાત ચુવાળિયા કોળી સમાજના ઉપપ્રમુખ નટુભાઈ કુંવરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે,ભાજપે અમારી સાથે અન્યાય કર્યો છે એટલે અમારે હવે પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જ જવું પડશે. ભાજપે અમને કોઈ ઓપ્શન આપ્યું જ નથી. એટલે અમે કોંગ્રેસમાં ફરજિયાત પણે જઈ રહ્યા છીએ. જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર ચુવાળિયા કોળી સમાજના આગેવાન અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા તથા બાબુભાઈ ઉધરેજા સહિતના અગ્રણીઓએ મીડિયાને જણાવ્યું હતું કે,ભાજપ દ્વારા એક પણ ટિકિટ આપવામાં આવી નથી. જેમાં પાટડી,વિરમગામ,ચોટીલા,ધંધુકા,ધાંગધ્રા,ધારી અને સાવરકુંડલા સહિત 50,000થી વધુ મતદારો ભારતીય જનતા પાર્ટીને નિયમિતપણે મત આપતા રહે છે. છતાં પણ મતદારોની ઉપેક્ષા કરીને અને કોળી સમાજ સાથે અન્યાય કરીને કોળી સમાજને ટિકિટ આપવામાં ન આવતા વિરોધનો વાવટો ફેલાયો છે.

ગુજરાત ચુવાળિયા કોળી સમાજના ઉપપ્રમુખ નટુભાઈ કુંવરિયા
ગુજરાત ચુવાળિયા કોળી સમાજના ઉપપ્રમુખ નટુભાઈ કુંવરિયા

વિશ્વકર્મા સમાજ સાથે અન્યાય થયો છે
બીજી તરફ વિશ્વકર્મા સમાજનું પ્રતિનિધિત્વ કરતા આપાગીગાના મહંત નરેન્દ્ર બાપુએ દક્ષિણની બેઠક પર ટિકિટ આપવાની માંગ કભાજપના મોવડી મંડળ સમક્ષ કરી હતી પરંતુ તેમના સ્થાને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ મળતા. નરેન્દ્ર સોલંકીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,રમેશ ટીલાળા મારા અંગત મિત્ર છે. તેમને ટિકિટ મળી તેનાથી હું ખુશ છું પરંતુ મિત્રતા અલગ છે અને રાજકારણ પણ અલગ છે. રાજકોટ દક્ષિણની બેઠક પર મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજ રહેલો છે અને આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની છે છતાં પણ ભાજપ એ અમારી સાથે અન્યાય કરી અને અમને ટિકિટ નથી ફાળવી અમારી માત્ર એટલી જ માંગ હતી કે વિશ્વકર્મા સમાજના એક વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ પરંતુ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સત્તાધિશો ભાજપને પોતાના બાપની પાર્ટી માને છે અને અમારી સાથે અન્યાય કરે છે તેનો પરચો હવે ટૂંક સમયમાં ભાજપને મળશે.​​

સૌરાષ્ટ્ર ચુવાળિયા કોળી સમાજના આગેવાન અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા
સૌરાષ્ટ્ર ચુવાળિયા કોળી સમાજના આગેવાન અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા

હું અપક્ષ તરીકે દાવેદારી નોંધાવીશ: આપાગીગાના મહંત
વધુમાં તેમણે કહ્યું હતું કે, વજુભાઇ વાળા લડતા ત્યાં સુધી એક બેઠક વિશ્વકર્મા સમાજને મળતી હવે તે લડતા નથી ત્યારે એક બેઠક પર વિશ્વકર્મા સમાજનો હક્ક છે. પાટીદારો 12% વસ્તી મુજબ 7 ટિકિટ સૌરાષ્ટ્રમાં માંગે છે, વિશ્વકર્મા સમાજ 10%ની વસ્તી મુજબ ટિકિટ માટે રાજકોટ સહીત બેઠકો માટે હક્કદાર છે. એટલે રાજકોટની દક્ષિણની બેઠક પર મેં ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવાઈ માંગ કરી હતી પરંતુ હવે હું અપક્ષમાં ફોર્મ ભરીશ. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત થયા હતા.

ભાજપમાં ચકચાર ફેલાઇ ગઇ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીનું ફોર્મ ઉપાડીને પાર્ટી સાથે કોઇ શરત મુકવા કે સોદો કરવાની તેમની કોઇ દાનત નથી. આવું કરવું હોત તો ભુતકાળમાં તેમની પાસે ઘણી ઓફર આવતી હતી. તેઓ સત્તાની લાલચમાં પડયા નથી. સેવાના માધ્યમથી જ લોકો સાથે જોડાયેલા છે. વર્ષો અગાઉ રાજપા-ભાજપના સમયમાં ભાજપ કાર્યાલયને તાળા મારનારાને પણ તેમણે યાદ કર્યા હતા. આ સમયે પક્ષના વફાદાર સૈનિક તરીકે ભાજપની આબરૂના તાળા ખોલનાર આગેવાનોમાં તેઓ સામેલ હતા. નરેન્દ્ર બાપુના આ તેવર અને શકિત પ્રદર્શનથી રાજકોટ-70 અને ભાજપમાં ચકચાર ફેલાઇ ગઇ છે. બાપુ હવે શું કરશે તેના પર સૌની મીટ છે. હાલ તો વિશ્વકર્મા, કડીયા સહિતના ઓબીસી સમાજના લોકો રોષ સાથે મીટીંગમાં પહોંચવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...