તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન બાદ એન્ટીજન કીટની અછત?, ટેસ્ટિંગ બુથ પર રાહદારીએ કહ્યું કલાકથી ઉભા છીએ, કોઇ સગવડ નથી

રાજકોટ2 મહિનો પહેલા
એન્ટીજન કીટ ખૂટી જતા રાહદારીઓ રોષે ભરાયા હતા.
  • લોકોની જાગૃતતા સામે તંત્ર વામણું પુરવાર, લોકોને ટેસ્ટ કરાવવા પણ સુવિધાનો અભાવ

રાજકોટ શહેરમાં કોરોનાની એન્ટીજન કીટની ભારે અછત ઉભી થઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને મનપા દ્વારા શરૂ થયેલા કેકેવી ચોક અને રૈયા ચોકડીએ ટેસ્ટિંગ બુથ ઉપર એન્ટીજન ટેસ્ટની કીટ પુરી થઇ જતા ટેસ્ટિંગ માટે લોકોના ટોળા એકત્ર થયા હતા અને રોષે જોવા મળ્યા હતા. એક રાહદારીએ જણાવ્યું હતું કે, કલાકથી ઉભા છીએ અને એન્ટીજન કીટ આવી નથી, કોઇ સગવડ જ નથી.

એન્ટીજન કીટ વિના રેપિડ ટેસ્ટ અટકી ગયા
કોરોના ટેસ્ટ કરાવવા આવેલા લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે એક કલાકથી લાઈનમાં ઉભા હતા અને રાહ જોઈએ છીએ છતાં કોઈ કીટ આવી નથી. મનપાના સૂત્રો જણાવ્યું છે કે એન્ટીજન કીટ ખુટવા લાગી છે તેથી ટેસ્ટિંગની કામગીરી હાલ માત્ર જરૂર પુરતી જ ચલાવવામાં આવી રહી છે. રેપિડ ટેસ્ટ હાલ તુરંત અટકી ગયા છે.

ગઇકાલે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઉભી થઇ હતી
ગઈકાલે કોરોનાના ઈલાજ માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થાની અછત ઉભી થઇ હતી. મોટાપાયે અછત ઉભી થતા દિવ્યભાસ્કરે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાત સાંજે જ સરકારે તાકીદે સ્ટોક મોકલી આપ્યો હતો. ત્યારે આજે ફરી કીટની અછત ઉભી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ પ્રજામાં ટેસ્ટિંગ માટે જાગૃતિ આવી છે તો બીજી તરફ તંત્ર સુવિધા આપવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. રાજકોટમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો થતો જાય છે. ત્યારે તંત્ર દ્વારા તો સબ સલામત હોવાના દાવા જ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો