તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન અરજી કોર્ટે ફગાવી:હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપીના આગોતરા રદ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • મોરબીના યુવકને લાલચ આપી બેડી પાસે બોલાવી પૈસા પડાવ્યા હતા

મોરબી રહેતા યુવકને રૂ.10 હજારમાં યુવતી સાથે નાઇટ મનાવવાની લાલચ આપી રાજકોટ બોલાવ્યા બાદ મહિલા સહિતના આરોપીઓએ હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા હતા, આ કેસમાં ફરાર મહિલા આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી.

જૂનાગઢના મેંદરડાના વતની અને હાલમાં મોરબી રહેતા દીપક સંજયભાઇ ગાજીપરાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સંજય ગાજીપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિવ્યા ગુણવંત મકવાણાએ ખોટું નામ ધારણ કરી દીપકનો મોબાઇલથી સંપર્ક કરી રૂ.10 હજારમાં યુવતી સાથે નાઇટ સેટલમેન્ટની વાત કરી હતી. રૂ.10 હજારમાં ડીલ થતાં દીપક અને તેનો મિત્ર મોરબી જકાતનાકા પાસે પહોંચ્યા હતા ત્યારે દિવ્યા તેની કારમાં બેસી ગઇ હતી અને બેડી નજીક લઇ ગઇ હતી જ્યાં દિવ્યાનો પતિ સહિતના આરોપીઓ ધસી ગયા હતા અને દીપક તથા તેના મિત્રને મારકૂટ કરી પોલીસ કેસમાં ફિટ કરાવવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હતા અને વધુ પૈસાની માંગ કરી હતી.

પોલીસે આ મામલામાં જે તે સમયે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, પરંતુ દિવ્યા હાથ આવી નહોતી. આ ગુનામાં દિવ્યાએ આગોતરા જામીન અરજી કરી હતી, આ મામલે સરકારી વકલી બિનલબેન રવેશિયા અને પરાગ શાહે રજૂઆત કરી હતી કે, આરોપીઓ સામે હનીટ્રેપમાં ફરિયાદીને ફસાવીને મોટી રકમ પડાવવાનું કાવતરું ઘડવાનો પ્રથમ દર્શનીય સમાજ વિરોધી ગંભીર ગુનો હોય તેઓની જામીન માટેની અરજી રદ કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઇ અધિક સેશન્સ જજ હિરપરાએ આરોપી દિવ્યાની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો