કાર્યવાહી:એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ કમિટીએ 6 કેસમાં ફરિયાદ કરવા કર્યો હુકમ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરી વિસ્તારમાં 4 અને ગ્રામ્યમાં 2 બનાવમાં કાર્યવાહી

રાજકોટ જિલ્લાની એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક બુધવારે મળી હતી જેમાં 27 કેસમાં ચર્ચા કરાઈ હતી. આ પૈકી 16 કેસમાં ફરિયાદ શક્ય ન હોઈ તેને દફ્તરે કરાયા હતા તેમજ 5 કેસ પેન્ડિંગ રખાયા છે જ્યારે 6 કેસમાં ફરિયાદ કરવા માટે કમિટીએ હુકમ કર્યો છે.

જેમાં ફરિયાદ દાખલ થવાની છે તે 6 કેસમાંથી 4 કેસ પોલીસ કમિશનરેટ વિસ્તારના છે જ્યારે 2 ગ્રામ્ય વિસ્તારના છે આ તમામમાં પોલીસ તેમજ રેવન્યૂ વિભાગે પહેલાથી જ તપાસ કરી લીધી હોવાથી ગુનો દાખલ કરી તુરંત જ આરોપીઓની ધરપકડ કરાશે.

આ તમામ કેસ પૈકી સરકારી જમીનના કેટલા કેસ છે તે અંગે અધિક કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, 5 જમીન ખાનગી માલિકીની છે જ્યારે 1 સરકારી જમીનને લગત કેસ છે. બેઠકમાં 16 જેટલા કેસોમાં ફરિયાદ ન કરવાનું નક્કી થયું છે.

પારડી લેન્ડ ગ્રેબિંગમાં 4 આરોપી હજુ પણ ફરાર
રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામે સરકારી જમીનમાં પ્લોટિંગ પાડીને ગેરકાયદે સોસાયટી ઊભી કરી નાખી હતી. આ મામલે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 28 સપ્ટેમ્બરે બે મહિલા સહિત 10 સામે ગુનો દાખલ થયો હતો તેમાંથી 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

જોકે ગુનો નોંધાયાના આટલા દિવસ બાદ પણ હજુ 4 આરોપી ફરાર છે જેમાં અજય, ગોવિંદ, સુભાષ અને પ્રવીણ સહિતનો સમાવેશ થાય છે. આ તમામે નાસી છૂટ્યા બાદ આગોતરા જામીન મળે તે માટે અરજી કરી હતી જોકે આગોતરા મળ્યા ન હતા. ત્યારથી અત્યાર સુધી આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...