છેતરપિંડી:રાજકોટમાં વધુ એક શરાફી પેઢી ઉઠી ગઈ, 68 રોકાણકારોની 1.60 કરોડની મૂડી ફસાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એ ડીવીઝન પોલીસ સ્ટેશન, રાજકોટ - ફાઈલ તસવીર - Divya Bhaskar
એ ડીવીઝન પોલીસ સ્ટેશન, રાજકોટ - ફાઈલ તસવીર

રાજકોટમાં અવારનવાર ઠગાઈના બનાવ સામે આવતા હોય છે. ત્યારે એકવાર ફરી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં એક શરાફી મંડળી ઉઠી જવા પામી છે.

કુલ 68 રોકાણકારો છેતરાયા
રાજકોટની હરિકૃપા શરાફી મંડળીએ લોકો સાથે છેતરપિંડી આચરી છે. આ મંડળીમાં 68 રોકાણકારોની 1.60 કરોડની મૂડી ફસાઈ છે. આ મામલે એક વેપારીએ મંડળીના મેનેજર સામે ફરીયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે શરાફી પેઢીના મેનેજર ચેતન ચાવડા સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...