તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:રાજકોટમાં વધુ એક રાજકીય નેતા ઓનલાઇન ફ્રોડના શિકાર, ઉપલેટા તા.પં.ના પ્રમુખનું સોશિયલ સાઇટમાં એકાઉન્ટ હેક કરી હેકરે રૂપિયાની માગણી કરી

રાજકોટ15 દિવસ પહેલા
ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાનું સોશિયલ સાઇટ પરનું એકાઉન્ટ હેક થયું.
  • સોશિયલ સાઇટ ફેક એકાઉન્ટ બનાવી હેકરે તેમના ફ્રેન્ડ્સને રિક્વેસ્ટ મોકલી રૂપિયા માગ્યા

સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક નેતા પણ હેકરની ઝપટે ચડી ચૂક્યા છે. ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી સામે આવી છે. જેમાં હેકરે તેમના નામનું ફેક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રૂપિયાની માગણી કરી છે.

વિનોદ ચંદ્રવાડીયાએ આ મામલે પોલીસમાં અરજી કરી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાના નામનું ફેસબૂક પર ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર વિનોદ ચંદ્રવાડીયાની તસવીરનો ઉપયોગ કર્યો છે. જેમાં તમામ વિગતો સાથે ફેક એકાઉન્ટ તૈયાર કરી તેના તમામ ફ્રેન્ડ્સને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી છે. આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે, મારા મિત્રો અને સબંધીઓ પાસેથી રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ વાતની મને ખબર પડતા તુરંત તમામ મિત્રોને જાણ કરી રૂપિયા ન આપવા જણાવ્યું છે અને આ મામલે પોલીસમાં અરજી આપી છે.

અત્યાર સુધી ફ્રોડનો શિકાર બનેલા નેતાઓ અને અધિકારીઓ
1) ધનસુખ ભંડેરી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન
(2) નેહલ શુક્લ, રાજકોટ વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર
(3) મનીષ રાડિયા, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર
(4) અતુલ પંડિત, ચેરમેન- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
(5) ડો.નીતિન પેથાણી, કુલપતિ- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
(6) ડો.યોગેશ જોગસણ, હેડ- મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
(7) જે.પી.જાડેજા, કરણીસેનાના અધ્યક્ષ
(8) એ.આર.સિંઘ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર
(9) અર્જુન ખાટરીયા, જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય
(10) વિનોદ ચંદ્રવાડીયા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

સામાન્ય લોકો પણ ઓનલાઇન ફ્રોડના શિકાર બની રહ્યાં છે
આ તમામ નેતાઓ અધિકારીઓના ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી હેકર દ્વારા રૂપિયા માગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નેતા અને અધિકારીઓને બાદ કરતાં સામાન્ય જનતાના નામે પણ આ પ્રકારના ફેક એકાઉન્ટ બન્યા હોવાની અનેક ઘટના બની ચૂકી છે.

મને જાણ થતાં પોલીસ અરજી કરી
મને ગઈકાલે મિત્રનો કોલ આવ્યો અને જાણ કરી કે તમારા ફેસબુક આઈડીમાંથી 10 હજાર રૂપિયાની માગણી કરી હતી અને હોસ્પિટલમાં દાખલ છે તેવો ફોટો પણ મોકલવામાં આવ્યો હતો બાદમાં મે પોલીસ અરજી કરી. > વિનોદભાઈ, ઉપલેટા તાલુકા પંચાયત, પ્રમુખ