તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે 9 દિવસ બાદ આજે વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે. આગની ઘટમાં ગંભીર રીતે દાઝી જતા ગાંધીધામના 66 વર્ષના દર્દી થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિને ગોકુલ હોસ્પિટલમાં ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યાં હતાં. ત્યારે આજે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે સવાલ એ છે કે શું ફરી ડોક્ટર પર વધુ એક દર્દીના મોતનો ગુનો દાખલ થશે કે નહીં?
ICUમાં આગની ઘટનામાં 6નાં મોત, બેડ સાથે ભડથું થઈ ગયા
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 6નાં મોત થયાં છે. કેટલાક દર્દીઓ તો પોતાના બેડમાંથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથે જ ભડથું થઈ ગયા હતા.
દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં હતાં. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે.
અગ્નિકાંડની ટાઇમલાઇનઃ
12.15 વાગ્યે ICU વિભાગનાં મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી. 12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો. 12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. 12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો. 12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. 1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યાં. 1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીઓએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો. 1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
પાંચ ભડથું થયા
ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા. ત્યારે આજે વધુ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.