તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:રાજકોટમાં કોરોનાની રસીની બીજી બ્રાન્ડ આવી, શિક્ષકો અને રેવન્યૂ સ્ટાફને અપાશે

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોવિશિલ્ડ ઉપરાંત હવે કોવેક્સિનનો ઉપયોગ પણ શરૂ થયો, 55000 ડોઝ આવ્યા
 • રાજકોટમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા, 22422 પોઝિટિવ જ્યારે 31344 લોકોનું રસીકરણ

રાજકોટમાં પહેલા તબક્કે કોવિશિલ્ડ વેક્સિન ફાળવાઈ હતી અને તેના જ ડોઝ અપાયા હતા જોકે હવે વેક્સિનની બીજી બ્રાન્ડ એટલે કે કોવેક્સિન પણ રાજકોટને અપાઈ છે અને તે આપવાનું શરૂ કરાયું છે. રાજકોટના સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં તબક્કાવાર રસીઓ મોકલાઈ રહી છે અને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 2.18 લાખ ડોઝ આવી ચૂક્યા છે. છેલ્લે 49000નો ડોઝ મંગળવારે રાત્રે મોકલાયો હતો.

આ ઉપરાંત હવે કોવેક્સિનનો 55000 ડોઝનો જથ્થો રાજકોટમાં આવ્યો છે. જોકે જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે જ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહે છે કારણ કે, બંનેના પ્રકાર અલગ અલગ હોય છે. આ કારણે વેક્સિનેશનમાં નક્કી કરાયું છે કે હેલ્થ વર્કર અને અમુક વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સને કોવિશિલ્ડ અપાશે, જ્યારે શિક્ષકો, રેલવે સહિતને કોવેક્સિન અપાશે. આ માટે જથ્થાની ફાળવણી પણ કરી દેવાઈ છે જેને સૌરાષ્ટ્રના અલગ અલગ કેન્દ્રો પર મોકલાઈ છે.

કોવિશિલ્ડ અને કોવેક્સિન વચ્ચેનો તફાવત
વિગતકોવિશિલ્ડકોવેક્સિન
પ્રકારવાઇરલ વેક્ટરઈનેક્ટિવેટેડ વાઇરસ
એક વાયલમાં ડોઝ1020
કલરરંગહીન, સહેજ બ્રાઉનસફેદ પારદર્શી
આડઅસરમાથું દુ:ખવું, થાક, ઠંડી લાગવી,માથું દુ:ખવું, તાવ, થાક, પેટમાં દુ:ખવું,
ઉબકા આવવા, કળતર, બેચેનીઊલટી, ઠંડી, શરદી, ચક્કર આવવા

​​​​​​​કોરોનાના કેસ કરતા વેક્સિન લેનારાની સંખ્યા વધી

​​​​​​​રાજકોટ જિલ્લામાં કુલ કોરોનાના કેસ કરતા પણ વેક્સિન લીધી હોય તે લોકોની સંખ્યા વધી ચૂકી છે. દરરોજ 40થી 45ની સંખ્યામાં કેસ આવી રહ્યા છે જ્યારે તેના કરતા 10 ગણી સંખ્યામાં લોકો રસી લઈ રહ્યા છે અને થોડા જ દિવસોમાં આ પૈકીના ઘણા લોકો બીજો ડોઝ લીધા બાદ કોરોનાથી સુરક્ષિત પણ રહી શકશે. રાજકોટમાં બુધવારે નવા 40 કેસ સાથે કુલ 22422 કેસ થયા છે. તેની સામે શહેરમાં 18598 અને ગ્રામ્ય વિસ્તારમાં 12746 લોકોએ રસી લેતા કુલ વેક્સિનેશનનો આંક 31344 થયો છે. હજુ પણ વેક્સિનનો ટાર્ગેટ 60 ટકા સુધી જ પહોંચ્યો છે. અને 80 ટકાએ પહોંચી ગયા બાદ બીજા ડોઝની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો