કોરોના:કોરોનાના વધુ 60 કેસ, એક મહિલાનું મોત

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં 40 અને જિલ્લામાં 20 નવા દર્દી નોંધાયા, સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 97 પોઝિટિવ

રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં 40 અને ગ્રામ્ય વિસ્તારમાં 20 વધુ કેસ નોંધાયા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં 97 લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ભાવનગર પંથકની મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હતું.

રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા હતા, અગાઉ કોરોનાગ્રસ્ત થયેલા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એકપણ દર્દીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નહોતી, રાજકોટ શહેરમાં રવિવારે 330 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 20 પોઝિટિવ થયા હતા અને જિલ્લામાં 321 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર શહેરમાં 9, ભાવનગર ગ્રામ્યમાં 1, ગીર સોમનાથમાં 5, અમરેલીમાં 4, જૂનાગઢ શહેરમાં 4, જૂનાગઢ જિલ્લામાં 4, દેવભૂમિ દ્વારકામાં 3, મોરબીમાં 3, જામનગર શહેરમાં 2 અને જામનગર જિલ્લામાં 2 કેસ નોંધાયા હતા.

ભાવનગરના ઉમરાળામાં રહેતી 35 વર્ષની મહિલા બીમાર પડતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો દ્વારા કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને રવિવારે તે મહિલાનું મોત નીપજ્યું હતું. કોરોના પ્રોટોકોલ મુજબ મહિલાની અંતિમવિધિ રાજકોટ સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...