તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:યુનિવર્સિટીના અધ્યાપક સહિત રાજકોટમાં વધુ 42 કોરોનાગ્રસ્ત

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • યુનિ.ના અધ્યાપક નેકની તૈયારીના ભાગરૂપે અનેકના સંપર્કમાં આવ્યા’તા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમ આજથી ઇન્સ્પેક્શન માટે આવી રહી છે તેના બે દિવસ પહેલા જ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ ભવનના અધ્યાપક એમ.એન. જીવાણી કોરોના સંક્રમિત થતા યુનિવર્સિટીના બીજા અનેક અધ્યાપકોને પણ સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. પ્રો. જીવાણીને છેલ્લે કેટલાક દિવસથી તાવ આવતો હોવાને કારણે યુનિવર્સિટીમાંથી અને નેકની કામગીરીમાંથી તેમને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ તે અગાઉ આટલા દિવસો દરમિયાન નેકની તૈયારીઓની મિટિંગમાં ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસમાં બીજા અનેક અધ્યાપકોના સંપર્કમાં આવતા હતા

અને બીજા ભવનોના અધ્યાપકો કુલપતિ-ઉપકુલપતિ સહિતનાઓ સાથે અવારનવાર મિટિંગમાં આવતા હોવાને કારણે હવે અધ્યાપકોમાં સંક્રમણનો ભય છે. હાલ ઇલેક્ટ્રોનિક્સ ભવનના અધ્યાપક ડૉ. જીવાણીને હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા છે, પરંતુ સંપર્કમાં આવેલા અધ્યાપકો સહિતના હોમ ક્વોરન્ટાઇન થશે કે કેમ તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.બીજી તરફ બુધવારે રાજકોટ શહેરમાં 34 અને ગ્રામ્ય વિસ્તારમાં 8 સાથે બુધવારે નવા 42 કેસ નોંધાયા છે.

જોકે છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નોંધાયું નથી. આ સાથે કુલ કેસ 22703 થયા છે જેમાં શહેરના 15773 કેસ છે. હાલ સારવાર હેઠળ 174 દર્દીઓ છે જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. તંત્રએ 4 દિવસ બાદ મોત અને કન્ટેઈનમેન્ટ ઝોનના આંક જાહેર કર્યા છે જે મુજબ છેલ્લા 48 કલાકમાં એકપણ મોત નથી તો બીજી તરફ શહેરમાં એકપણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ન હોવાનું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ માત્ર 28 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હોવાનું નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો