તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:યુનિવર્સિટીમાં સફાઈનો વાર્ષિક 13 લાખનો કોન્ટ્રાક્ટ, છતાં નેક વખતે અલગથી 3.33 લાખ વધુ ખર્ચ્યા!

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નેક પાછળ કરાયેલા 1 કરોડના કામોમાંથી મોટાભાગના શંકાસ્પદ
  • ટેન્ડરને બદલે મૌખિક સૂચનાથી કરાયા : માટી કૌભાંડમાં આજે તપાસ સમિતિની પ્રથમ બેઠક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ હજુ સમ્યું નથી ત્યાં વધુ એક ગેરરીતિ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સાફ-સફાઈ માટે વાર્ષિક 13 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં કોન્ટ્રાક્ટરે નિયમિત રીતે આખા કેમ્પસમાં સાફ-સફાઈ કરવાની હોય છે, પરંતુ જ્યારે નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરવા માટે ફેબ્રુઆરીમાં આવી હતી ત્યારે કુલપતિની મૌખિક સૂચનાથી યુનિવર્સિટીમાં ઝાડ-પાન, કચરો સાફ-સફાઈ માટે અલગથી 3.33 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેનું બિલ પણ યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીની બેઠકમાં મંજૂરી માટે મુકાયું છે.

યુનિવર્સિટીમાં જ્યારે વાર્ષિક સફાઈનો કોન્ટ્રાક્ટ ચાલુ જ છે, છતાં સફાઈ માટે વધારાનો 3.33 લાખ ખર્ચવાની જરૂર શા માટે પડી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નેકની ટીમ આવી ત્યારે પણ સફાઈ કરાવવા માટે જે કોન્ટ્રાક્ટર પાસે વાર્ષિક કોન્ટ્રાક્ટ છે તેની પાસે જ આ કામ કરાવવાનું હતું છતાં યુનિવર્સિટીના કુલપતિએ માત્ર મૌખિક સૂચનાથી જ જુદી જુદી જગ્યાએ ઝાડ,પાન સહિતનો કચરો સાફ કરવા માટે અલગથી 3.33 લાખનું કામ બારોબાર અપાયું. વાર્ષિક 13 લાખનો સફાઈનો કોન્ટ્રાક્ટ છતાં યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીની બેઠકમાં સફાઈના ખર્ચના 3.33 લાખ મંજૂરી માટે મુકાયા છે. માટી કૌભાંડની તપાસ માટે નિમાયેલી સમિતિની બુધવારે સવારે 11.30 કલાકે બેઠક મળશે.

કુલપતિએ મૌખિક સૂચનાથી સફાઈના કામ કરાવ્યા!

  • સિક્યુરિટી ઓફિસથી આંકડાશાસ્ત્ર ભવન સુધી વેસ્ટ મટિરિયલ ઉપાડવા રૂ. 36,110
  • કાલાવડ રોડના ગેટથી મુંજકા ચોકડી સુધી કચરો-પાંદડાં ઉપાડવાનું કામ રૂ. 76,631
  • મુંજકા ચોકડીથી સિક્યુરિટી ઓફિસ સુધી કચરો ઉપાડવાનું કામ રૂ. 82,930
  • બાયોકેમિસ્ટ્રી ભવન આસપાસ વેસ્ટ મટિરિયલ ઉપાડવાનું કામ રૂ. 83,365
  • કિડની હોસ્પિટલથી મુંજકા ગેટ સુધી કચરો ઉપાડવાનું કામ રૂ. 54,620
અન્ય સમાચારો પણ છે...