તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા ઓફ ધ રેકર્ડ:હાર્દિકની જાહેરસભાથી કોંગ્રેસનું એક જૂથ નારાજ, કપાયેલા દાવેદારને ચૂંટણી એજન્ટ બનાવી દીધા!

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારણી પ્રમુખ હાર્દિક પટેલને જ્યારથી કોંગ્રેસમાં જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય નેતાઓનું એક જૂથ નારાજ છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે રાજકોટ આવેલા હાર્દિક પટેલની ચાર સ્થળ પર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં લોકો એકત્ર કરવા માટે કોંગ્રેસના જે તે વોર્ડના ઉમેદવારો તેમજ અમુક જ નેતાઓ સક્રિય થયા હતા. જેના પગલે હાર્દિકે પોતાના માણસોને રાજકોટની સભામાં લોકો એકત્ર થાય તે જવાબદારી સોંપી હતી.

કપાયેલા દાવેદારને ચૂંટણી એજન્ટ બનાવી દીધા!
ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી તે સાથે જ અનેક દાવેદારના ચહેરા પરથી લાલી ગાયબ થઇ ગઇ હતી, પરંતુ બળવો કરી શકાય તેવી સ્થિતિ નહીં હોવાથી પક્ષમાં જ રહીને ખેસ પહેરી સહુની સાથે હોવાનો ડહોળ શરૂ કરી દીધો હતો, આવા દાવેદાર મતદાનના દિવસે નુકસાન કરી શકે તેવા સંકેતો મળતાં તેઓ વિસ્તારમાં જઇને મતદારોને ગેરમાર્ગે દોરે નહીં તે માટે કેટલાકને ચૂંટણી એજન્ટ બનાવી દેવાયા હતા, જેથી મતદાનના દિવસે મતદાન કેન્દ્ર પર દોડતા રહે અને મતદાનને અસર પહોંચાડે નહીં તેવું આયોજન કરી દેવામાં આવ્યું હતું. જે દાવેદારો કપાયા છે તેમને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખી દેવામાં આવે છે.

ટિકિટ કપાયેલાને પોતાનો પક્ષ હારતો દેખાય છે
ભાજપ-કોંગ્રેસમાંથી ટિકિટના દાવેદારોને ટિકિટ ન મળી હોવાથી તેને પોતાનો પક્ષ હારતો હોવાનું દેખાય રહ્યું છે. પ્રચારના કામમાં પોતાના પક્ષના ખેસ પહેરી પ્રચાર કરવા આવા નેતાઓ નીકળે છે, પરંતુ જ્યારે પણ પોતાના અંગત મિત્રો સાથે બેઠા હોય ત્યારે પોતાના પક્ષના ઉમેદવારો હારતા હોવાનું જ દેખાય છે. તેમને વાતાવરણ નેગેટિવ હોય તેવું જ લાગી રહ્યું છે. ટિકિટ ન મળી હોય તેવા નેતાઓને તેના મિત્ર સર્કલ પણ ફોન કરીને તેની વાતને પ્રોત્સાહન પણ આપી રહ્યા હોય છે. અંદર ખાને પોતાના પક્ષના ઉમેદવારોનો વિરોધ કરે છે પણ પ્રચારનો સમય થાય એટલે ખેસ પહેરી ઉમેદવાર સાથે પ્રચાર કરવા પણ નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો