તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા કાર્યકરનો વલોપાત:કોંગ્રેસે 39 ઉમેદવારની બીજી યાદી જાહેર કરતાં કકળાટ, નારાજ મહિલા કાર્યકરે કહ્યું બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કર્યું છતાં ટિકિટ ન આપી, લોકશાહી નહીં લાગવગશાહી છે

રાજકોટએક મહિનો પહેલા
મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યલય પહોંચી રોષ વ્યક્ત કર્યો
 • કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર વોર્ડ નં-17માંથી અને ગાયત્રીબા વાઘેલા વોર્ડ નં-3માંથી ચૂંટણી લડશે

રાજકોટમાં કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં બપોર 12-39 વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ દ્વારા ગત મોડી રાતે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે તેના વધુ 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જે બાદ કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ટિકિટ કપાતાં મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યલય ખાતે વિરોધ કર્યો છે. નારાજ મહિલા કાર્યકરોએ કહ્યું બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કર્યું છતાં ટિકિટ ન આપી, લોકશાહી નહીં લાગવગશાહી છે

મહિલા કાર્યકર પરિવાર સાથે કોંગ્રેસ કાર્યલય પર પહોંચી
મહિલા કાર્યકર પરિવાર સાથે કોંગ્રેસ કાર્યલય પર પહોંચી

ન્યાયની માંગ કરી મહિલા કાર્યકરો ધરણાં પર બેઠા
મોડી રાતે જાહેર થયેલી કોંગ્રેસની યાદીમાં ટિકિટ કપાતા કાર્યકરો પરિવાર સાથે કોંગ્રેસ કાર્યલય પહોંચી ગયાં હતા અને કોંગ્રેસના મહિલા કાર્યકરો ધરણાં પર બેસી ગયા હતા. પાયાના કાર્યકરોની ટિકિટ કપાતાં ન્યાય આપવાની માંગ કરી છે. મહિલા કાર્યકર સરોજ રાઠોડે રોષ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા 5 વર્ષથી પાર્ટીમાં કામ કરૂ છું. છતાં ન્યાય નહીં મળતો. ઘર અને બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કરૂ છું. છતાં ન્યાય આપવા માંગતા નથી. કામ કરૂ છું છતાં મને હક્ક આપતા નથી. આ લોકશાહી નહી આ લાગવતશાહી છે. કોંગ્રેસ મને ન્યાય આપે.

ભાજપના બે નારાજ નેતાના પરિવારજનો કોંગ્રેસમાંથી લડે તેવી સંભાવના
કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટના વધુ 39 ઉમેદવાર મધરાતે જાહેર કર્યા હતા. અગાઉ 22 નામની યાદી જાહેર કરાઈ હતી. જો કે, નામમાં સંમતિ ન થતાં 11ની યાદી જાહેર નથી કરાઈ. જે-તે વોર્ડના આ 11 ઉમેદવારને ફોનથી જાણ કરી દેવાશે. બીજી બાજુ ભાજપના બે નારાજ નેતાના પરિવારજનો કોંગ્રેસમાંથી લડે તેવી સંભાવના છે. આ પહેલા 22 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર વોર્ડ નં.17 માંથી ચૂંટણી લંડશે. જ્યારે વોર્ડ નં- 3માંથી પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ચૂંટણી લડશે. આ યાદીમાં અનેક સીટીંગ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે.

39 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
39 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

મોડી રાતે કોંગ્રેસ 39 ઉમેદવારોની યાદી જાહેર કરી
રાજકોટના ક્યા વોર્ડમાંથી કોને ટિકિટ મળશે તે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રખાયું હતું. અને શુક્રવારે મધરાત્રે 9 વાગ્યે કોંગ્રેસે વધુ 39 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. પરંતુ તેમાં ભાજપના નારાજ નેતાના પરિવારજનોના નામ જાહેર થાય તો ભાજપ મનામણા કરે તેવી શક્યતા હોવાના કારણે 11 ઉમેદવારના નામ બાકી રાખ્યા હતા. આ 11ને આજે સવારે સીધા જ મેન્ડેટ આપી દેવાશે અને ફોર્મ ભરવાની સૂચના પણ ટેલિફોન કરીને અપાશે. ભારે ગડમથલ બાદ કોંગ્રેસે વધુ 39 નામની યાદી રાત્રે 1 વાગે જાહેર કરી હતી.

કોંગ્રેસે જાહેર કરેલા નામ
વોર્ડ નં.2માં નિમિષાબેન રાવલ, અતુલભાઇ રાજાણી, યુનુશ જુણેજા, વોર્ડ નં.3માં કાજલબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ અસવાની, વોર્ડ નં.4માં ઠાકરશીભાઇ ગજેરા, વોર્ડ નં.5માં લાભુબેન ઠુંગા, હર્ષદભાઇ વાઘેરા, વોર્ડ નં.6માં કિરણબેન સોનારા, મોહનભાઇ સોજીત્રા, વોર્ડ નં.7માં પડાયા વૈશાલીબેન, કરચલીયા વિશાખાબેન, કેતનભાઇ જારીયા, વોર્ડ નં.8માં સવિતાબેન શ્રીમાળી, પટેલ દ્રષ્ટિબેન, નયન ભોરાણીયા, વોર્ડ નં.9માં પ્રતિમાબેન વ્યાસ, વોર્ડ નં.10માં જયશ્રીબેન મેહતા, અભિષેકભાઇ તાળા, વોર્ડ નં.11માં વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, વોર્ડ નં.12માં મિતાબેન મારડીયા, સંજયભાઇ અજુડિયા, વોર્ડ નં.13માં ગીતાબેન મૂછડિયા, રવિભાઇ વેકરીયા, વોર્ડ નં.14માં વાગડિયા શ્વેતા, મનસુરભાઇ વાળા, શિયાણી અંકિત, વોર્ડ નં.15માં કોમલબેન ભારઇ, સોરાણી ભાનુબેન, વશરામભાઇ સાગઠીયા, વોર્ડ નં.16માં બાબુભાઇ ઠેબા, વોર્ડ નં.17માં વસંતબેન પીપડિયા, અશોકભાઇ ડાંગર, વોર્ડ નં.18 ધર્મિષ્ઠાબેન જાડેજા, નિર્મળભાઇ મારૂ, હસમુખભાઇ સોજીત્રા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો