• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Announcing The Commencement Of Std. 1 To 5 Classes In The State, The President Of Rajkot Self Supporting School Board Said: The Announcement Should Have Been Made A Little Earlier.

નિણર્ય પર નિવેદન:રાજ્યમાં ધો.1થી 5 ના વર્ગો શરુ થવાની જાહેરાત થતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું: જાહેરાત થોડી વહેલી કરવી જોઈતી હતી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - Divya Bhaskar
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા
  • રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 2 લાખ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ 2 વર્ષ બાદ શરુ થશે

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે મહત્વની જાહેરાત કરી છે. જેમાં આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે,જાહેરાત થોડી વહેલી કરવી જોઈતી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંચાલકો યોગ્ય રીતે વ્યવસ્થા કરી શક્યા હોત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,લાંબા સમયથી શાળા સંચાલકો અને વાલીઓની માંગ હતી કે, ધોરણ 1 થી 5 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે જેની આવતીકાલથી મંજૂરી માટે આજે જાહેરાત થતા શિક્ષણમંત્રીના આ નિર્ણયને આવકારી સરકારનો આભાર માની રહ્યા છીએ પરંતુ આ જાહેરાત કરતા પહેલા થોડો સમય આપ્યો હોત તો સંચાલકો યોગ્ય રીતે વ્યવસ્થા કરી શક્યા હોત અને વાલીઓના સંમતિપત્ર મેળવીને સારી રીતે શાળા શરૂ કરી શક્યા હોત

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક સપ્તાહ સુધી શાળામાં 25થી 30% હાજરી જોવા મળશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ એક સપ્તાહ સુધી શાળામાં ધોરણ 1 થી 5 માં 25 થી 30 % બાળકોની હાજરી જોવા મળશે જે બાદ એક સપ્તાહ પછી 70 થી 80% હાજરી જોવા મળશે તેવી આશા છે. ઉપરાંત બાળકો સંક્રમિત ન થાય તે માટે તમામ કાળજીઓ અમે લઈશું સાથે જ આ બાળકોના મોટા ભાગના તમામ શિક્ષકો પણ વેક્સીનેટેડ હોવાનું સામે આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વાલીઓના મનમાં ચિંતા સતાવી રહી છે
વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવા નિર્ણય કરી અગાઉની SOP મુજબ સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે તેવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે જોતા ક્યાંક વાલીઓના મનમાં ચિંતા સતાવી રહી છે અને હાલના તબક્કે બાળકોને શાળાએ મોકલવા માટે ક્યાંક થોડો ડર મહેસુસ કરી રહ્યા છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા - ફાઈલ તસવીર
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા - ફાઈલ તસવીર

2 લાખ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ 2 વર્ષ બાદ શરુ થશે
કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી રાજ્યની તમામ સ્કૂલો બંધ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે ધોરણ 6 થી 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યા બાદ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ આવતીકાલે થવા જઇ રહી છે. આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી દિવાળી વેકેશન પૂરું થતા શૈક્ષણિક કાર્ય શરૂ થઇ રહ્યું છે જેની સાથે શિક્ષણમંત્રીની જહેરાત ને પગલે આવતીકાલથી રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ધોરણ 1 થી 5 ના વર્ગોનું પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થનાર છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ 2 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સાથે બાળકો સંક્રમિત ન થાય એ માટે સમયાંતરે સરકારની ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
  • વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
  • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
  • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
  • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.
  • રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
  • આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.
  • બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.
  • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
  • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
  • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
  • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
  • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
  • આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
  • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
  • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
  • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.