શાકાહારી બનવા અપીલ:રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન, પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું- લોકોએ નોનવેજને બદલે વેજને પ્રોત્સાહન આપવું જોઇએ

રાજકોટએક મહિનો પહેલા
અન્નકૂટ દર્શન માટે વજુભાઈ વાળા અને વિજય રૂપાણી આવ્યા હતા.
  • અન્નકૂટ દર્શન માટે મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી રહ્યા છે

રાજકોટના કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે બેસતા વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, બેસતા વર્ષના દિવસે સ્વામિનારાયણ ભગવાનના અન્નકૂટના દર્શન કરવા આવ્યો છું. લોકોએ નોનવેજના બદલે વેજને પ્રોત્સાહન આપવું જોઇએ. લોકો શાકાહારી બને તેવી મારી અપીલ છે.

વજુભાઈ વાળાએ પણ અન્નકૂટના દર્શન કર્યા વિજય રૂપાણીની સાથોસાથ રાજ્યના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ સ્વામિનારાયણ મંદિર અન્નકૂટના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજે બેસતા વર્ષના દિવસની સૌને શુભકામના પણ પાઠવી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ધૂન પણ બોલાવવામાં આવી હતી.

કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન.
કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન.

મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા
સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા. સવારથી જ હરિભક્તોએ દર્શન માટે લાઇન લાગી છે. દર વર્ષે બેસતા વર્ષે સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. આજે પણ અન્નકૂટ દર્શન કરવા હરિભક્તો ઉમટી રહ્યા છે.

મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા.
મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા.
અન્ય સમાચારો પણ છે...