રાજકોટને નવા CP મળશે?:પોલીસ કમિશનર તરીકે અનિલ પ્રથમનું નામ મોખરે, મેના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં નિમણૂકની શક્યતા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
IPS અનિલ પ્રથમની ફાઈલ તસવીર. - Divya Bhaskar
IPS અનિલ પ્રથમની ફાઈલ તસવીર.
  • છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ચાર્જ CP ખુરશીદ અહેમદથી ગાડુ ચલાવાય છે

ગુજરાતમાં હવે સિનિયર IPS અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામા આવી રહી છે. આ બદલીમાં મુખ્યત્વે રેન્જ IG અને અલગ અલગ શહેરોના પોલીસ કમિશનરોનો સમાવેશ થાય છે. ગુજરાતના હાલના પોલીસ વડા આશિષ ભાટીયા આ મહિનાના અંતમાં નિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે સિનિયર ઓફિસરોમાં મોટાપાયે ફેરફારો થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. તેમાં હવે 3 મહિનાથી ખાલી પડેલી રાજકોટ પોલીસ કમિશનરની જગ્યામાં અનિલ પ્રથમની નિમણૂક થાય તેવી પુરી શક્યતા છે. મેના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં તેમની નિમણૂક થવાની સંભાવના છે.

મનોજ અગ્રવાલની બદલી બાદ કાયમી CPની જગ્યા ખાલી
રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચ સામે થયેલા તોડકાંડ તપાસ બાદ સજારૂપી બદલી સાથે મનોજ અગ્રવાલની જૂનાગઢ બદલી કરવામાં આવ્યા બાદ રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ બાદ પણ રાજ્યમાં IPS અધિકારીઓની બદલી આવી હતી, પરંતુ તેમાં રાજકોટના પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં ન આવી હતી અને આજે પણ લગભગ 3 મહિના જેટલો સમય થયા બાદ હજુ પણ રાજકોટ પોલીસ કમિશનર જગ્યા ખાલી પડી છે. જેમાં કોઈ સારી છાપ ધરાવતા કડક અધિકારીની નિમણૂક કરવામાં સરકાર પાછી પડી રહી છે.

રાજુ ભાર્ગવ અને શમશેરસિંહનું નામ મોખરે હતું
રાજકોટમાં અગાઉ પોલીસ કમિશનર માટે બે IPS રાજુ ભાર્ગવ અને શમશેરસિંહનું નામ મોખરે ચાલતું હતું. પરંતુ રાજકોટમાં કોઈ અધિકારીઓ જાણે આવવા રાજી ન હોય તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આખરે મેના અંત કે જૂનના પ્રથમ સપ્તાહમાં રાજકોટને પોલીસ કમિશનર મળે તેવી શક્યતા છે. અનિલ પ્રથમ ઘણાં વર્ષોથી બઢતી સાથે ગુજરાત CID ક્રાઇમમાં ફરજ બજાવી રહ્યાં છે.

અમદાવાદના CP રાજ્યના પોલીસ વડા બની શકે
સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી આશિષ ભાટીયાને એક્સટેન્શન મળવાની સંભાવના ખૂબ ઓછી છે. અગાઉ 2020માં શિવાનદં ઝા જ્યારે પોલીસ વડા તરીકે નિવૃત્ત થયા ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓની બદલી થઇ હતી. તેમ હવે આશિષ ભાટીયા નિવૃત્ત થશે ત્યારે આ પ્રમાણે જ બદલીઓ થાય તેવી શક્યતા છે. હાલ અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળતા સંજય શ્રીવાસ્તવને રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવે તેવી પુરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...