• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Anganwadi Of Kuchiadal Village In Rajkot Is Dilapidated, Condition Of More Than 300 Children Is Deplorable, Claims Of Smart Education Have Come True

જોખમનું પોપડું:રાજકોટમાં કુચિયાદળ ગામની આંગણવાડી જર્જરિત, 300થી વધુ બાળકોની હાલત દયનીય, સ્માર્ટ શિક્ષણના દાવા ખરી પડ્યા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ સિમેન્ટ તથા કોન્ક્રીટનો ભાગ ઉખડી ગયો છે - Divya Bhaskar
મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ સિમેન્ટ તથા કોન્ક્રીટનો ભાગ ઉખડી ગયો છે
  • રિપેરીંગ પ્રત્યે સેવાતી સતત દુર્લક્ષતા, ભુલકાઓ પર મંડરાતું મોત

રાજકોટ જિલ્લાના કુચિયાદળ ગામની આંગણવાડીની હાલત ખંડેર મકાન કરતા પણ બત્તર છે. આ જર્જરિત આંગણવાડીમાં ગામના 300 બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. અહીં છત પર જર્જરીત લોખંડના તાર કટાયેલા દેખાઈ રહ્યા છે.પોપડા પડેલા છે.જો એકપણ પ્લાસ્ટરનું પોપડું બાળક પર પડયું તો સમજવું કે, દુર્ઘટના ઘટી. તેમ છતાં અહીં બાળકો ભણવા માટે મજબૂર છે.

આંગણવાડીની હાલત ખંડેર મકાન કરતા પણ બત્તર છે
આંગણવાડીની હાલત ખંડેર મકાન કરતા પણ બત્તર છે

ભૂલકાઓની હાલત દયનીય છે
કુચિયાદળ ગામમાં ખંડેર થઈ ગયેલા આંગણવાડીના બિલ્ડીંગો હેઠળ ગમ્મત સાથે જ્ઞાન મેળવતા નાના ભૂલકાઓની હાલત દયનીય છે. લાઈટના પોલ માંથી પાણી ટપકી રહ્યું છે. રૂમનું બાંધકામ ડેમેજ હાલતમાં પહોંચી ગયું છે. મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ સિમેન્ટ તથા કોન્ક્રીટનો ભાગ ઉખડી ગયો છે. જેને પગલે સ્થાનિકો દ્વારા આ જર્જરિત આંગણવાડીને વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રૂમનું બાંધકામ ડેમેજ હાલતમાં પહોંચી ગયું છે
રૂમનું બાંધકામ ડેમેજ હાલતમાં પહોંચી ગયું છે