આચારસંહિતાને કારણે સોના-ચાંદી, રોકડ, ડાયમંડ જ્વેલરી એન્ડ પાર્ટ્સના આંગડિયા આવતા-જતા બંધ થયા છે. સામાન્ય દિવસોમાં કરોડોના આંગડિયા માત્ર સોના-ચાંદીમાં જ થતા હોય છે એની જગ્યાએ કોઈ હાલ 10 હજારનો દાગીનો મોકલવા પણ તૈયાર નથી. આમ વેપાર- વ્યવહાર નહિ હોવાને કારણે શનિવારથી 5 ડિસેમ્બર સુધી આંગડિયા પેઢી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે આંગડિયા પેઢી એસો.ના ઉપપ્રમુખના જણાવ્યાનુસાર સૌથી વધુ સોના-ચાંદીમાં વ્યવહારો થાય છે. તેમજ પાર્સલ મોકલવામાં આવે છે, પરંતુ ચૂંટણીને કારણે સૌથી મોટો ડર સૌ કોઈને પોતાનો માલ પકડાઈ જવાનો સતાવી રહ્યો છે. આથી તેઓ માલ મોકલવામાં ડરી રહ્યાં છે. કોઈ વ્યવહારો નહિ થતા ઘરના નાણાં ખર્ચીને રોજબરોજના ચા-પાણી, માણસોના પગાર કાઢવા મુશ્કેલી પડે છે.
તેથી આંગડિયા વ્યવહાર બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આંગડિયા પેઢી બંધ થશે તો સૌથી વધુ મુશ્કેલી સોના-ચાંદી, ડાયમંડના પાર્સલમાં થશે કારણ કે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. ખરીદી, ઓર્ડરનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા ડબલ હોઈ છે. જોકે કેટલાક કિસ્સાઓમાં તો વેપારી અથવા તો પેઢીના અંગત માણસ કિંમતી માલ-સામાન લઈને જાય છે. જેથી સતત વોચ પણ રહે. ચૂંટણીના અનુસંધાને હાલ ઇન્કમટેક્સે સ્ક્વોડની રચના કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.