તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાતિવાદનું રાજકારણ:પાટીદાર અને ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, બેઠક મળી, અમિત ચાવડા, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોરમાંથી કોઇ એકને CM બનાવવા માંગ

રાજકોટ3 મહિનો પહેલા
કોળી-ઠાકોર સમાજની બેઠક મળી.
  • આગામી સમયમાં વધારેમાં વધારે રાજકીય નેતા બને તેવી માંગ ઉઠી

વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ કરતા વધુ સમયની વાર છે. ત્યારે અત્યારથી જ જ્ઞાતિવાદનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. ખોડલધામમાં પાટીદારોની મળેલી બેઠકમાં પાટીદાર આગેવાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઇએ. આ નિવેદનને લઇને ગુજરાતના અલગ અલગ સમાજ હવે મેદાને આવ્યા છે. ગઇકાલે ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરાઇ હતી કે, મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજના હોવા જોઇએ. ત્યારે આજે કોળી-ઠાકોર સમાજની રાજકોટમાં બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર અને કોળી સમાજના બનાવવા માંગ ઉઠી છે. અમિત ચાવડા, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર સહિત રાજકીય આગેવાનોમાંથી એકને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી છે.

આ રાજકીય આગેવાનોમાંથી કોઇ એક મુખ્યમંત્રી બને તેવી માંગ
કોળી-ઠાકોર સમાજની મળેલી બેઠકનો વીડિયો સામે આવ્યો છે. કોળી-ઠાકોર સેનાના રાજકોટ શહેર પ્રમુખ રણછોડભાઈ ઉધરેજાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઇ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોરમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા જોઇએ.

રાજકોટ કોળી-ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઇ.
રાજકોટ કોળી-ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઇ.

અમારો સમાજ કચડાયેલો અને વિકાસથી વંચિતઃ રણછોડભાઈ ઉધરેજા
વધુમાં જણાવ્યું હતું કે, 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઇને અમે કોળી-ઠાકોર સમાજ સંગઠન બનાવી રહ્યા છીએ. અમારો સમાજ મોટામાં મોટો સમાજ છે. મંત્રીમંડળમાં અમારા સમાજને ક્યાંય લેવામાં નથી આવતા. અમારો સમાજ કચડાયેલો અને વિકાસથી વંચિત છે. અમારા સમાજ સાથે ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. આવનારા સમયમાં અમારા સમાજના વધારેમાં વધારે નેતા બને તેવી અમારી માંગ છે.

કરણીસેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કરણીસેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

CM ક્ષત્રિય સમાજમાંથી હોય તેવી ઈચ્છા કરણી સેનાએ વ્યક્ત કરી
રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ જે. પી. જાડેજાએ પણ મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજમાંથી હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે તેમના સમાજમાં રહેલા મુખ્યમંત્રી પદના દાવેદારોનાં નામ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓએ એ બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ કે, મુખ્યમંત્રી કોઈ સમાજનો હોય તેના કરતાં વધુ તે ગુજરાતનો હોય તે વધુ મહત્વનું છે. આ માટે તેઓએ શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે. જાડેજા સહિતનાં દિગ્ગજ નેતાઓનાં નામનું સૂચન પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...