તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપી શકાય: બોર્ડના પૂર્વ સભ્ય

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોર્ડના પૂર્વ સભ્ય ડો. પ્રિયવદ - Divya Bhaskar
બોર્ડના પૂર્વ સભ્ય ડો. પ્રિયવદ
  • ધોરણ 10 અને 12ની પરીક્ષામાં માસ પ્રમોશન આપી શકાય તેવી પરિસ્થિતિ નથી

એક તરફ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે બીજી તરફ વિદ્યાર્થીઓને પરીક્ષા સમય નજીક આવી રહ્યો છે. ગઇકાલે CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે લેવાયેલા નિર્ણય બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ત્વરિત નિર્ણય કરવામાં આવે તેવી માંગ બોર્ડના પૂર્વ સભ્ય પ્રિયવદન કોરાટ દ્વારા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પણ મુશ્કેલ
બોર્ડના પૂર્વ સભ્ય પ્રિયવદન કોરાટે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે રીતે CBSE બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે તે જ રીતે ગુજરાત બોર્ડ પણ આ અંગે ત્વરિત નિર્ણય લે તે જરૂરી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ની પરીક્ષામાં માસ પ્રમોશન આપી શકાય તેવી પરિસ્થિતિ તો નથી. પરંતુ પરીક્ષા સમયમાં ફેરફાર કરી પાછળ ઠેલવવામાં આવે તેવી જરૂરિયાત છે. CBSEના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી કોલેજમાં મોકલી શકાય છે. CBSE બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ જાગૃત હોય છે. પરંતુ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકાય તેવી કોઇ સ્થિતિ નથી. કારણ કે 15 લાખ વિદ્યાર્થી હોય તે પૈકી 5 લાખ વિદ્યાર્થી એવા હોય કે જેમના વાલીઓમાં જાગૃતતાનો અભાવ છે. જેથી આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પણ મુશ્કેલ સમાન છે.

ગુજરાત બોર્ડની ડો.પ્રિયવદન કોરાટે પત્ર લખ્યો.
ગુજરાત બોર્ડની ડો.પ્રિયવદન કોરાટે પત્ર લખ્યો.

પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે
કોરાના વાયરસની આ બીજી લહેર શરૂ થઇ છે. જેમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી મે મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની હાલની પરિસ્થિતિ જોતા જૂન મહિનામાં લેવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. અને બાકીના વિદ્યાર્થીઓને માર્ચ મહિનામાં ઘરે પ્રશ્નપત્ર આપી લેવામાં આવેલી પરીક્ષાના પરિણામ પરથી પ્રમોશન આપવા સરકાર વિચારણા કરો રહી છે.