તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં આજે બપોર સુધીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરનાર 27 ચા-પાનની દુકાન અને હોટલ 7 દિવસ માટે સીલ

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ પોલીસ અને મનપાની ટીમની કામગીરી.
  • આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકે તે માટે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાનની દુકાન, ચાની હોટલ પર ચેકિંગ કરી રહી છે. આજે બપોર સુધીમાં ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવી કુલ 27 ચા-પાન અને હોટેલોને સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવી છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ અને મનપાની ટીમનું સતત ચેકિંગ
રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી છે અન્યથા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 7 દિવસ માટે દુકાનો સીલ કરવામાં આવી.
સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 7 દિવસ માટે દુકાનો સીલ કરવામાં આવી.

આજે ચા-પાનની દુકાન અને હોટલને સીલ કરવામાં આવી તેની યાદી
1. ગંગોત્રી તી સ્ટોલ, દોશી હોસ્પિટલ ચોક
2. ડીલક્સ પાન, મવડી ચોકડી
3. જય ખોડીયાર હોટલ, મવડી ચોકડી
4. બાલાજી પાન & કોલ્ડ્રીંક્સ, મવડી ચોકડી
5. શ્રી જયશ્રી પાન & હાઉસ, ચંદ્રેશનગર મેઈન રોડ
6. અશોક ડેકોર, ટાગોર રોડ
7. પટેલ પાન & કોલ્ડ્રીંક્સ, રાજનગર ચોક
8. પરીવા લીમીટેડ, ટાગોર રોડ
9. લેપટોપ પેલેસ, ટાગોર રોડ
10. સિટી મોબાઈલ હાઉસ, કોઠારીયા રોડ
11. કનૈયા ટી. સ્ટોલ, અતિથિ છોક
12. ઈ-વન શુભમ ડીલક્સ & કોલ્ડ્રીંક્સ, ગોંડલ રોડ
13. જય અંબે સિલેક્શન, કોઠારીયા રોડ
14. શક્તિ હોટલ, પુષ્કરધામ રોડ
15. ગાત્રાળ મા ટી સ્ટોલ & રાધેશ્યામ પાન, કોઠારીયા રોડ
16. શ્રી બહુચર પાન હાઉસ, 80 ફૂટ રોડ
17. રીદ્ધી ફેશન, કોઠારીયા રોડ
18. ગાયત્રી એસ્ટેટ બ્રોકર, એ.જી.ચોક
19. આશાપુરા ડીલક્સ પાન & કોલ્ડ્રીંક્સ, એ.જી.ચોક
20. આશાપુરા ટી સ્ટોલ, એ.જી.ચોક
21. ક્રિષ્ના, કોઠારીયા રોડ
22. રાધે શ્યામ દેરી ફાર્મ, કોઠારીયા રોડ
23. રાજલ પ્રોવિઝન સ્ટોર, ચુનારાવાડ રોડ
24. રામદેવ ઇલેક્ટ્રોનિક્સ, કોઠારીયા રોડ
25. ઓપો શો-રૂમ, કોઠારીયા રોડ
26. શ્રી શક્તિ ટી સ્ટોલ, કુવાડવા રોડ
27. શિવ શક્તિ પાન કોર્નર, કુવાડવા રોડ

અન્ય સમાચારો પણ છે...