ધરપકડ:બેરેકમાં દારૂ પી જવાનો સાથે ઝઘડો કરતો SRPમેન પકડાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે લાખના દારૂ કેસમાં ફરાર બૂટલેગર ઝબ્બે

રાજકોટ શહેરમાં બંદોબસ્તમાં આવેલા જામનગરના એસઆરપી ગ્રૂપ 17ના જવાન થોડા સમય પહેલા જ જંક્શન વિસ્તારમાંથી દારૂનો નશો કરેલી હાલતમાં પકડાયો હતો. ત્યાં વધુ એક જવાન પોલીસમથકમાં આવેલા બેરેકમાંથી દારૂ પીધેલી હાલતમાં પકડાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ બંદોબસ્ત માટે ચેલા જામનગર એસઆરપી ગ્રૂપ 17ની બી કંપની તૈનાત કરવામાં આવી છે. જેમાં કેટલાક જવાનોએ બી ડિવિઝન પોલીસમથક ઉપર જ ઉતારો આપવામાં આવ્યો છે. દરમિયાન ગત રાતે આ ગ્રૂપના જવાન શૈલેષ જેઠાભાઇ ખરા દારૂ પીને બેરેકમાં અન્ય જવાનો સાથે માથાકૂટ કરતો હોવાની કંપનીના અધિકારીને જાણ થઇ હતી.

જેથી તુરંત એએસઆઇ એસ.જી.જાડેજા બેરેક પર દોડી ગયા હતા અને બી ડિવિઝન પોલીસમાં પ્રોહિબિશનની ફરિયાદ નોંધાવી છે. અન્ય બનાવમાં ચુનારાવાડમાં રહેતો નટવર ઉર્ફે ભયલો કેશુ પરમાર અને મીના વિજય રાઠોડને કુવાડવા રોડ પરથી બાઇકમાં વિદેશી દારૂની 10 બોટલ સાથે, જ્યારે સ્લમ ક્વાર્ટરમાંથી હુશેન ઇકબાલ તરસાયવાલાને વિદેશી દારૂની 4 બોટલ સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

દોઢ મહિના પહેલા આજી ડેમ ચોકડી પાસેથી બે લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં દારૂ મૂળ અમદાવાદના અને ગાંધીનગર રહેતા કુખ્યાત બૂટલેગર કાંતિ ઉર્ફે રોહિત રતિલાલ સેન નામના શખ્સે મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. નામ ખુલ્યા બાદ ફરાર આરોપી કાંતિ ગાંધીનગર હોવાની માહિતી મળતા પકડી લીધો હતો. કાંતિ સામે અગાઉ છ ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...