તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ આસપાસ વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર અરૂણકુમારે મુલાકાત લીધી હતી અને ઓક્સિજન પ્લાન્ટના સ્થળે જતા ત્યાં લેન્ડ સ્કેપિંગ કરવા આદેશ કર્યો છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર ઓક્સિજનના ટેન્ક અને પ્લાન્ટ ઈન્સ્ટોલ થઈ રહ્યા છે તે જગ્યાએ માટી પડી રહી છે તેથી તે જગ્યાનો ઉપયોગ કરવા માટે વૃક્ષારોપણ કરાશે અને લેન્ડ સ્કેપિંગ કરાશે જેથી લોકોને પણ બેસવાની જગ્યા મળશે. વૃક્ષો અને ઓક્સિજન પ્લાન્ટ બંને એક જ જગ્યાએ રહેશે અને કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારનો ઓક્સિજન મળશે તેથી આ જગ્યાને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવી શકાશે.

સિવિલ હોસ્પિટલમાં હાલ 500 લિટર પ્રતિ મિનિટના પ્લાન્ટ ઈન્સ્ટોલ થયા છે જોકે હજુ સુધી તેના કનેક્શન દેવાયા ન હતા જેથી તુરંત જ ઓક્સિજનના નોડલ અધિકારીને સ્થળ પર જ કામગીરી ઝડપી બનાવવા કડક આદેશ આપ્યો હતો. હજુ 1000 લિટરના પ્લાન્ટ ડીઆરડીઓ દ્વારા સ્થાપવામાં આવશે જે માટે આગામી સપ્તાહ સુધીમાં નિર્ણય આવી જશે.

પેન્ડિંગ પ્રશ્ને ખુલાસો માગતું આયોગ
સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવાર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને કલેક્ટર કચેરીએ ખાસ બેઠક રાખી હતી. જેમાં તેઓએ સફાઈ કર્મચારીઓને લગતા પેન્ડિંગ પ્રશ્નો મામલે અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને શા માટે પ્રશ્નો પડ્યા છે તેનો ખુલાસો પૂછ્યો હતો. મોટાભાગના પ્રશ્નો વારસાઈ નોકરી અંગેના પરિપત્ર કરવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...