વર્ચ્યુઅલ વર્કશોપ:રાજકોટમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ ફેલાવવા ઓનલાઇન વર્કશોપ યોજાયો, પર્યાવરણ-જળવાયુ પરિવર્તનથી ડેંગ્યુના મચ્છરોની વસ્તી વધી હોવાનું સામે આવ્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • -મેયર ડો.પ્રદીપ ડવે મનપાની કામગીરી અંગે વિગતે ચર્ચા કરી
  • રાજકોટને ફાટકમુક્ત કરવા મ્યુનિ.કમિશનરે વિવિધ ઓવરબ્રિજની મુલાકાત લીધી

સામાન્ય રીતે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના કેસ વધુ પ્રમાણમાં નોંધાય તેવી પરિસ્થિતિ હોય છે. તેથીજનજાગૃતિના ભાગરૂપે દર વર્ષે જુલાઈ મહિનો ડેન્ગ્યુ જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે આજે રાજકોટમાં મેયર ડો.પ્રદીપ ડવના સહઅધ્યક્ષ સ્થાને ડેન્ગ્યુ અંગે જાગૃતિ ફેલાવવા વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો હતો. જેમાં પર્યાવરણ-જળવાયુ પરિવર્તનથી ડેંગ્યુના મચ્છરોની વસ્તી વધી હોવાનું સામે આવ્યું છે.

ડો.પ્રદીપ ડવના સહઅધ્યક્ષ સ્થાને ડેન્ગ્યુ અંગે જાગૃતિ ફેલાવવા વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો
ડો.પ્રદીપ ડવના સહઅધ્યક્ષ સ્થાને ડેન્ગ્યુ અંગે જાગૃતિ ફેલાવવા વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો

પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાથે ઘનિષ્ઠ સંબંધ છે
ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યુ દિલ્હી સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ઘણા વર્ષોના શોધ અને સંશોધનના પરિણામે એ નોંધાયું છે કે, ભારતમાં છેલ્લા એક દશકામાં ડેન્ગ્યુના કેઈસોમાં ઝડપી વૃદ્ધિ થઇ છે. ડેન્ગ્યુ વાહકનો વસ્તી વધારો અને રોગ સંક્રમણની સંખ્યાનો પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાથે ઘનિષ્ઠ સંબંધ છે.

પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાથે ઘનિષ્ઠ સંબંધ છે
પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાથે ઘનિષ્ઠ સંબંધ છે

રોગચાળાને અટકાવવા આ ઉપાયો હાથ ધરી શકાય
તેથી ડેન્ગ્યુ સંક્રમણ ઘટાડવા માટે કાર્યરત સરકારી સંસ્થાઓ, એન.જી.ઓ. વિગેરેએ સ્થાનિક જળવાયુકારકો અને જનસંખ્યા સાથે ડેન્ગ્યુથી થતા સંક્રમણની સંખ્યાના જોડાણને સમજવું ખૂબ જ જરૂરી છે. જેને લીધે જ ભવિષ્યમાં ડેન્ગ્યુ રોગચાળાને આગળ વધતો અટકાવવાના ઉપાયો હાથ ધરી શકાય તેમ છે. જેના ભાગરૂપે સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય એ કાર્યશાળા અંતર્ગત જળવાયુ પરિવર્તન અને દિલ્હી તથા રાજકોટ શહેરમાં આજે ઓનલાઈન વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ હતું.

જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ
આ વર્કશોપમાં મેયર મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના સેંકડો કેઈસ નોંધાતા હતા જયારે છેલ્લા 2 વર્ષથી ડેન્ગ્યુના કેઈસોમાં ઘણો ઘટાડો જોવા મળેલ છે. શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાને કાબુમાં લેવા માટે મનપા દ્વારા ડેન્ગ્યુના લાર્વાનો નાશ કરવો, શહેરમાં ડેન્ગ્યુ સંભવિત તથા પ્રભાવિત વિસ્તારોમાં સઘન ડોર ટુ ડોર લાર્વા ઉત્પતિ અંગેની ચકાસણી, હેન્ડ ઓપરેટેડ તેમજ વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા ફોગીંગ કામગીરી, લાર્વાનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેવી માછલીનો ઉપયોગ તથા વિતરણ, ડેન્ગ્યુ સામે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ, બેનર્સ, હોર્ડિંગ બોર્ડ તથા કીઓસ્ક મારફતે જાહેરાત સહિતની જુદી જુદી કામગીરીઓ કરવામાં આવી રહી છે.

મ્યુનિ.કમિશનરે વિવિધ ઓવરબ્રિજની મુલાકાત લીધી
મ્યુનિ.કમિશનરે વિવિધ ઓવરબ્રિજની મુલાકાત લીધી

બ્રીજનો પ્રોજેકટ તૈયાર કરવા તૈયારી
રાજકોટ મહાનગરને ફાટકમુકત કરી ટ્રાફિક સમસ્યામાંથી આઝાદ કરવા CM વિજય રૂપાણીના આયોજનને હાલ મહાપાલિકા તંત્ર વાહકો આગળ વધારી રહ્યા છે. હાલ શહેરમાં ચાર નવા બ્રીજના કામ ચાલી રહ્યા છે ત્યારે દક્ષિણ દિશા તરફ આવેલા ઢેબર રોડ અને ગોંડલ રોડને લાગુ વધુ ત્રણ ફાટક પર બ્રીજ બનાવવાની વિચારણા હાથ પર લેવામાં આવી છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ કમિશ્નર સહિતના અધિકારીઓની ટીમે ઢેબર રોડ પર માલવિયા કોલેજ સામે, અટીકા અને રાજકમલ પેટ્રોલ પંપ સામેના ફાટકની મુલાકાત લઇ આ જગ્યાએ બ્રીજનો પ્રોજેકટ તૈયાર કરવા તૈયારી શરૂ કરી છે.