એડમિશન:યુનિ.ના 28 ભવનમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા મોડી જાહેર કરી, એડમિશન માટે 26 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

સ્નાતકના તમામ પરિણામો જાહેર કરી દીધા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનુસ્નાતક માટેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે. યુનિવર્સિટીના 28 ભવનમાં એડમિશન માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. વિદ્યાર્થીઓ ભવનમાં એડમિશન લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

16મીથી શરૂ થયેલી એડમિશન પ્રક્રિયા 26મી સપ્ટેમ્બર સુધી ચાલશે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના જુદા જુદા ભવનમાં જે-તે કોર્સમાં પ્રવેશ લેવા માટે admission.saurashtrauniversity.edu ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. હવે યુજીના તમામ પરિણામો જાહેર કરી દીધા બાદ યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે.

યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન, હિન્દી, બાયોકેમિસ્ટ્રી, બાયો સાયન્સ, કેમિસ્ટ્રી, કોમર્સ, કમ્પ્યૂટર સાયન્સ, ઇકોનોમિકસ, એજ્યુકેશન, ઇલેક્ટ્રોનિક્સ, અંગ્રેજી, ગુજરાતી, ઈતિહાસ, હોમ સાયન્સ, હ્યુમન રાઈટ્સ, કાયદા ભવન, લાઇબ્રેરી સાયન્સ, મેથેમેટિક્સ, નેનો સાયન્સ, ફાર્મસી, ફિઝિક્સ સહિતના ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...