તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યાર્ડમાં ભેળસેળવાળુ ઘી વેચનાર વેપારી સામે અંતે ગુનો નોંધાયો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિના પૂર્વે ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા
  • કડીના વામજ ગામના નૌશાદ પાસેથી ઘી ખરીદ કર્યાનું વેપારીનું રટણ

જૂના માર્કેટિંગ યાર્ડમાં બે મહિના પૂર્વે મનપાની ફૂડ શાખાએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી રૂ.1.13 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ઘી ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ આવતા પોલીસે વેપારી સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘીનો જથ્થો વામજના નૌશાદ પાસેથી ખરીદ કર્યાનું વેપારીએ રટણ રટતા પોલીસે એ ઇસમને પકડવાની કવાયત શરૂ કરી હતી.

જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલી સોની ટ્રેડર્સ નામની પેઢીમાં ગત તા.5 જુલાઇના મનપાની ફૂડ શાખા ત્રાટકી હતી. પેઢીના સંચાલક ગોરધન મુરલીધર સુમનાણીએ પોતે ખાદ્યતેલનું રિ-પેકિંગ કરી સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું અને તે માટેનું લાઇસન્સ ધરાવતા હોવાની વાત કરી હતી. ફૂડ શાખાએ તપાસ કરતાં દુકાનમાં એક બોક્સમાં પ્યોર ઘીના 15 કિલોના 19 સીલપેક ટીન મળી આવ્યા હતા, ઘીના ટીનમાં બેચ નંબર તેમજ ઉત્પાદક તરીકે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. હિંમતનગર લખ્યું હતું.

આ ઘીનો જથ્થો મહેસાણાના કડી તાબેના વામજ ગામના નૌશાદ પાસેથી ખરીદ કર્યાનું વેપારી ગોરધને કહ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા ફૂડ શાખાએ ઘીનો નમૂનો લઇ તેના સેમ્પલ વડોદરા લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. બીજીબાજુ ફૂડ શાખાએ ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીને જાણ કરતા તેમણે તે બેચ નંબરનું ઘી પોતાની ડેરીનું નહીં હોવાનું કહ્યું હતું.

દરમિયાન વડોદરા લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો તેમાં ઘી ભેળસેળવાળુ હોવાનું ખૂલતાં ફૂડ સેફ્ટી ઓફિસર ચંદ્રકાંતભાઇ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વેપારી ગોરધન સુમનાણીની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી હતી તેમજ ઘીનો જથ્થો સપ્લાય કરનાર નૌશાદની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...