કુસ્તી સ્પર્ધા:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે યુવતીઓની આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા યોજાઈ, 13 કોલેજની 37 યુવતીઓએ ભાગ લીધો

રાજકોટએક મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કુસ્તી સ્પર્ધા યોજાઇ.
  • કુસ્તીમાં નામ આગળ વધારવા માગતી દીકરીઓને સૌરાષ્ટ્ર યુનિ. પ્લેટફોર્મ પૂરૂ પાડશેઃ ઉપકુલપતિ

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહેનોની આંતરકોલેજ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 13 કોલેજની 37 જેટલી બહેનો સ્પર્ધામાં ભાગ લીધો હતો. છેલ્લા 4-5 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બહેનોની કુસ્તી સ્પર્ધા ઉપર વધુ ભાર મુકવામાં આવે છે. કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભારતમાં રમાતી તમામ સ્પોર્ટ્સને પ્રમોટ કરવામાં માગે છે. આથી ભારતના યુવાનો નેશનલમાં રમી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને ભારતનું નામ વધુ રોશન કરી શકે.

કુસ્તી ક્ષેત્રે વાલીઓ પણ દીકરીઓને પ્રોત્સાહન આપે છેઃ ઉપકુલપતિ
મીડિયા સાથે વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ જણાવ્યું કે કુસ્તીને લઈને લોકોમાં જાગૃતતા આવી છે. હવે વાલીઓ પોતાની દીકરીઓને કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન કરે છે. આજે ભારતની બે દીકરી ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ સમગ્ર વિશ્વમાં ભારત નું નામ રોશન કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરીઓ પણ તેઓમાંથી પ્રેરણા લઈને કુસ્તીમાં નામ આગળ વધારવા માગે છે. જેનું પ્લેટફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ દીકરીઓને આપી રહ્યું છે.

કુસ્તી સ્પર્ધામાં 13 કોલેજની 37 યુવતીઓનો ભાગ લીધો હતો.
કુસ્તી સ્પર્ધામાં 13 કોલેજની 37 યુવતીઓનો ભાગ લીધો હતો.

આગળ જઇને યુવતીઓ નેશનલ કક્ષાએ રમી શકશે
આ સાથે સ્પર્ધામાં ભાગ લેનાર યુવતીઓ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે આંતર કોલેજ સ્પર્ધા યોજાઈ છે તેનાથી તેઓને એક તક મળે છે કે તેઓ આગળ જઈને નેશનલ રમી શકે. હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં જે રીતે મહિલા કુસ્તીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જ પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. આથી અહીંની યુવતી નેશનલ અને ઇન્ટરનેશનલ કુસ્તી મેચ રમી શકે અને દેશ અને રાજ્યનું નામ રોશન કરી શકે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની યુવતીઓએ ભાગ લીધી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની યુવતીઓએ ભાગ લીધી.
અન્ય સમાચારો પણ છે...