તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:6 વર્ષની માસૂમ બાળકી હજુ પણ હોસ્પિટલના બિછાને

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાજસ્થાન પંથકનો આરોપી સકંજામાં

કુવાડવાના બારવણની સીમમાં છ વર્ષની પરપ્રાંતીય બાળકીને બોર આપવાના બહાને અવાવરૂ સ્થળે લઇ જઇ 20 વર્ષના નરાધમે તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી હજુ પણ હોસ્પિટલના બિછાને છે અને તેના ચહેરા પર ખૌફ દેખાઇ રહ્યો છે જ્યારે આરોપીને પોલીસે સકંજામાં લઇ તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, શનિવારે તેની ધરપકડ કરવામાં આવશે.

બારવણમાં કૂવા ગાળવાનું કામ કરતાં પરપ્રાંતીય પરિવારની છ વર્ષની પુત્રી ગુરૂવારે બપોરે 12 વાગ્યે પોતાના ઝૂંપડા પાસે રમતી હતી ત્યારે સાથે જ કૂવા ગાળવાનું કામ કરતા રાજસ્થાનના ભીલવાડા પંથકના રામલાલ બાબુજી ખદેરા (ઉ.વ.20)ની નજર બગડી હતી અને બાળકી પાસે જઇ વાતચીત કરી બોર આપવાનું કહી થોડે દૂર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં બાળકી પર દૂષ્કર્મ આચર્યું હતું. ઘટનાની 36 કલાક પછી પણ બાળકીના ચહેરા પર ડર જોવા મળતો હતો અને હજુપણ તે હોસ્પિટલમાં સારવાર લઇ રહીછે. આરોપી રામલાલનો કોરોના રિપોર્ટ કરાયો છે, આજે રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો