તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બોયકોટ:રાજકોટના ઈલેક્ટ્રિક વેપારીએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાઈનીઝ મોબાઈલ તોડી રોષ વ્યક્ત કરાયો
  • વેપારીઓએ કહ્યું, માલ મગાવશે નહીં અને વેચશે પણ નહીં

ચીને ભારત દેશ પર કરેલા હુમલા બાદ રાજકોટના ઇલેક્ટ્રિક વેપારીએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો છે. હુમલા બાદ રાજકોટના ઈલેક્ટ્રિક વેપારીના એસો.ની એક બેઠક મળી હતી.જેમાં નક્કી કર્યું હતું કે, હવે તેઓ ચાઈનીઝ કંપનીનો માલ મગાવશે પણ નહીં અને વેચશે પણ નહીં. આ રીતે ભારત પર  થયેલા હુમલાનો બદલો લેશે.આ અંગેના બેનરો પણ પોતાની દુકાન બહાર મારી દીધા છે. 

ઘરઆંગણે ઉત્પાદિત થતી ચીજવસ્તુના વપરાશનો ઉપયોગ કરવા નક્કી કર્યું
રાજકોટમાં ઈલેક્ટ્રિક માર્કેટમાં સિરીઝ, લેમ્પ અને ડેકોરેટ લાઈટ વગેરેમાં ચાઈનીઝ પ્રોડક્ટની જ ડિમાન્ડ રહે છે. ખાસ કરીને દિવાળી અને લગ્ન પ્રસંગે આ વસ્તુની ખરીદી લોકો કરે છે. પરંતુ ભારત પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રીય કક્ષાએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રિક મર્ચન્ટ વેપારી એસોસિએશનના પ્રમુખ બલવંત પૂજારા જણાવે છે કે, ચાઈનીઝ પ્રોડક્ટ કોઈ વેપારી પોતાની દુકાનમાં રાખે નહીં અને તેને વેચે નહીં તે માટે એસોસિએશન લેવલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દરેક વેપારીને અપીલ કરવામાં આવી છે કે તેઓ ચાઈનીઝ પ્રોડક્ટ વેચે નહીં અને ઘરઆંગણે ઉત્પાદિત થતી ચીજવસ્તુના વપરાશનો ઉપયોગ કરવા નક્કી કર્યું છે.

સામાન્ય રીતે ચાઈનીઝ પ્રોડક્ટ કિંમતમાં સસ્તી પડતી હોવાથી લોકો તે ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે અને વેપારીઓને સરળતા રહેતી હોય છે, પરંતુ  હવે વેપારીઓ પોતાનો ફાયદો જતો કરીને અને નુકસાન વેઠીને પણ આ ચાઈનીઝ પ્રોડક્ટ વેચશે નહીં. 

રાજકોટમાં ઈલેક્ટ્રિક પ્રોડક્ટનું ઉત્પાદન વધશે 
શાપર–વેરાવળમાં અનેક કંપની ઈલેક્ટ્રિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવાથી સ્થાનિક કક્ષાની કંપનીને પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે. અહીં બનતી પ્રોડક્ટની ડિમાન્ડ અન્ય દેશોમાં પણ નીકળશે.  - જિગ્નેશભાઈ વેકરિયા, વેપારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો