તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • An Application To The Collector And Asked Him To Give A Public Notice So That No School Would Bother The Parents To Pay The Fees.

માંગ:રાજકોટમાં વાલી મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કહ્યું- જાહેર નોટિસ આપો કે કોઇ પણ શાળા વાલીને ફી બાબતે હેરાન ન કરે

રાજકોટ23 દિવસ પહેલા
રાજકોટમાં વાલી મંડળે કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર પાઠવ્યુ
  • ફી ભરેલ બાળક અને ફી ન ભરેલ બાળકની વચ્ચે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવા માંગ કરી

તાજેતરમાં શહેરમાં રાજકોટ પબ્લિક સ્કૂલ અને મોદી સ્કૂલની દાદાગીરી સામે આવી હતી. જેમાં 20 પેઇઝની શો કોઝ નોટિસ વાલીને ફટકારવામાં આવી હતી. ત્યારે આજે આ મુદ્દે રાજકોટમાં વાલી મંડળે કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કલેકેટર એક જાહેર નોટિસ આપો કે કોઇ પણ શાળા વાલીને ફી ભરવા બાબતે હેરાન ન કરે.

7 દિવસની અંદર નોટિસ આપવા રજુઆત કરી
શહેરના સમસ્ત વાલી મંડળે કલેક્ટરને આવેદન પાઠવી વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની અમુક શાળાઓ દ્વારા બાળકો તથા વાલીઓને ફી બાબતે હેરાન કરવામાં આવે છે. તથા ફી ભરવા દબાણ કરવામાં આવે છે તો આ બાબતે વાલી મંડળ તરફથી આપને વિનંતી છે કે, રાજકોટની તમામ શાળાઓને 7 દિવસની અંદર એક જાહેર નોટિસ આપો કે કોઇ પણ વાલીને ફી ભરવા બાબતે નોટિસ આપવી નહીં તથા ફીની બાબતને લઇને કોઇ પણ બાળકનો અભ્યાસ અટકવો જોઈએ નહીં.

રાજકોટમાં વાલી મંડળે કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર પાઠવ્યુ
રાજકોટમાં વાલી મંડળે કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર પાઠવ્યુ

કોઈ બાળકનો અભ્યાસ અટકે નહિ
આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ બાળકનું એલ.સી., રિપોર્ટકાર્ડ અને એડમિશન પણ રોકવું જોઇએ નહિ. તેમજ ફી ભરેલ હોય તેવા બાળક અને ફી ન ભરેલ હોય તેવા બાળકની વચ્ચે કોઇ પણ પ્રકારનો ભેદભાવ રાખવો નહિ. સ્કૂલ તરફથી આપવામાં આવતું શિક્ષણને લગતું તમામ સાહિત્ય કોઇ પણ સંજોગોમાં કોઇ પણ રીતે દરેક વિદ્યાર્થીને ફરજીયાત પુરું પાડવું.

વાલીઓ પ્રત્યેની નૈતિક ફરજનું પાલન કરાવવા અપીલ
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓ દ્વારા સ્કૂલની ફરિયાદ આપવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ વિરૂદ્ધ કોઇ આકરા પગલા લેતા નથી. જેથી વાલીઓ અને બાળકો હેરાન થાય છે. આ બાબતે આપ અંગત રસ દાખવીને જિલ્લા શિક્ષણ અધિકારી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી અને તેમની વાલીઓ પ્રત્યેની નૈતિક ફરજનું પાલન કરાવવા અપીલ છે.