• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • An Appeal Was Made To Vote By The System In Women's Old Age Homes, 4.74 Lakh Voters In The District With A Minimum Age Of 30 Years.

રાજકોટના સમાચાર:મહિલા વૃદ્ધાશ્રમમાં તંત્ર દ્વારા મતદાન પ્રત્યે અપીલ કરાઈ, જિલ્લામાં 30 વર્ષથી ન્યુનતમ વયના 4.74 લાખ મતદારો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધાશ્રમમાં વડીલોએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો - Divya Bhaskar
વૃદ્ધાશ્રમમાં વડીલોએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો

લોકશાહીના પર્વમાં સૌ કોઈ ઉલ્લાસભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હેઠળ અનેકવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાન થકી લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવા માટે દરેક નાગરિકના મતનું મહત્વ સવિશેષ છે. ત્યારે રાજકોટ સ્થિત "બા" નું ઘર મહિલા વૃદ્ધાશ્રમમાં સ્વીપ મતદાન જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તંત્ર દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા મહિલા વડીલોને મતદાનના મહત્વ અંગે જાગૃત કર્યા હતા. તેમજ અચૂક મતદાન કરવાનો સંકલ્પ લઈને મહિલા વડીલોએ દરેક નાગરિકજનોને મતદાન કરવા અપીલ કરી હતી.

જિલ્લામાં 30 વર્ષથી ન્યુનતમ વયના 4.74 લાખ મતદારો
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દિવસરાત કામ કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં કુલ 23,07,237 મતદારો છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં 18થી 19 વર્ષની વયના કુલ 43,477 મતદારો નોંધાયા છે. જ્યારે 20થી 29 વર્ષની વયજૂથના 4,31,361 મતદારો છે. જો 30 વર્ષની નીચેના આ બંને વયજૂથની સંખ્યા સાથે ગણવામાં આવે તો, જિલ્લામાં 4,74,838 મતદારો થાય છે. જયારે જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 52,146 છે. જિલ્લામાં 11,96,897 પુરુષ મતદારો, 11,10,306 મહિલા મતદારો તેમજ થર્ડ જેન્ડરના 34 મતદારો છે.

જનરલ ઓબ્ઝર્વરે મતદાન મથકની મુલાકાત લીધી
રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ સુચારુ રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના નિરીક્ષણ અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભા દીઠ જનરલ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. જે અન્વયે 73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રા દ્વારા અત્યાર સુધીમાં થઈ ગયેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ રિટર્નિંગ ઓફિસર કે.વી.બાટી સાથે ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બુથ રૂટ, પોલિંગ સ્ટેશનો, સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. તેમજ મતદાન મથક ઉપર રેમ્પ, પીવાનું પાણી, શૌચાલય, ઇલેક્ટ્રિસિટી, સુરક્ષા વ્યવસ્થા સાહિતની આનુસંગિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને સુનિશ્ચિત કરી હતી. વધુમાં સિંગલ વિન્ડો સિસ્ટમની કામગીરીનો રિવ્યુ પણ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...