તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મિલકતના મુદ્દે પ્રૌઢને તેના મોટાભાઇની ખૂનની ધમકી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામધામ સોસાયટીના પ્રૌઢની ફરિયાદ

સંયુક્ત મિલકતના મુદ્દે પ્રૌઢને તેના મોટાભાઇએ ખૂનની ધમકી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. કાલાવડ રોડ પરની રામધામ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ ક્રિષ્નલાલ ત્રિવેદી (ઉ.વ.65)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોડાઉન રોડ પરની કલ્યાણ સોસાયટીમાં રહેતા તેના મોટાભાઇ હર્ષદરાય ક્રિષ્નલાલ ત્રિવેદીનું નામ આપ્યું હતું.

નરેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેમના પત્ની સહિતના પરિવારજનો કારમાં જૂનાગઢ જતા હતા ત્યારે તેમના મોટાભાઇ હર્ષદરાયે ફોન કરીને ધમકી આપી હતી કે, પિતાની મિલકત અંગે કોર્ટમાં કેસ ચાલે છે તેમાં તમે સીધા નહીં ચાલોતો જાનથી મારી નાખીશ. પોલીસે ગુનો નોંધી હર્ષદરાયની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં શહેરના પોપટપરાના કૃષ્ણનગરમાં રહેતા પ્રૌઢના મકાનમાંથી ભાગ મેળવવા માટે પાડોશમાં રહેતા ઇસમે ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો. કૃષ્ણનગરમાં રહેતા દિલાવરખાન અબ્દુલભાઇ પઠાણે (ઉ.વ.63) પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા મોહસીન સરીફ જુણેજાનું નામ આપ્યું હતું. દિલાવરખાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.31ના પોતે પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતો મોહસીન જુણેજા ધસી આવ્યો હતો અને મકાનમાં ભાગ મુદ્દે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી, ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા મોહસીને પથ્થરમારો કરી મકાનની બારીનો કાચ ફોડી નાખ્યો હતો. પોલીસે પ્રૌઢની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...