તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:માટલાનું વેચાણ કરતા પ્રૌઢ 123 ગ્રામ ગાંજા સાથે પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાણાવટી ચોક નજીકથી એસઓજીએ કરી કાર્યવાહી

શહેરમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. સ્પે.ઓપરેશન ગ્રૂપના પીઆઇ આર.વાય.રાવલે જણાવ્યું કે, મંગળવારે એએસઆઇ આર.ડી.વાંક સહિતનો સ્ટાફ ગાંધીગ્રામમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. ત્યારે નાણાવટી ચોકથી આગળ એક શંકાસ્પદ શખ્સ નજરે પડતા તેની પૂછપરછ કરતા તે મૂળ ધોરાજીના ભૂખી ગામનો અને હાલ ગાંધીગ્રામ-7માં રહી માટલાં વેચવાનું કામ કરતો વલ્લભ જેઠાભાઇ ધંધુકિયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેની તલાશી લેતા પેન્ટના ખિસ્સામાંથી એક કોથળી મળી આવી હતી.

જેમાં તપાસ કરતા કોઇ નશીલી વસ્તુ હોવાનું જાણવા મળ્યું હતું. જેની ખરાઇ કરતા તે ગાંજો હોવાની ખબર પડી હતી. જેનું વજન કરતા 123 ગ્રામ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રૂ.1230ના કિંમતનો ગાંજો અને પ્રૌઢની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમથક લઇ જવાયો હતો. જ્યાં તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પકડાયેલા વલ્લભ ધંધુકિયાની પૂછપરછ કરતા તેને ગાંજાનો નશો કરવાની ટેવ હોય પોતાના ઉપયોગ માટે હોવાની કેફિયત આપી છે.

અન્ય સમાચારો પણ છે...