ભદ્ર સમાજનો અભદ્ર કિસ્સો:રાજકોટમાં ડિટરજન્ટ પાવડર લેવા ગયેલી 8 વર્ષની બાળકીને દુકાનમાં બોલાવી સગીરે હવસનો શિકાર બનાવી, ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • દુષ્કર્મનો ભોગ બન્યા બાદ બાળકી ઘણાં સમય સુધી ગુમસુમ રહી, પરિવારજનો પુછપરછ કરતા સત્ય સામે આવ્યું

રાજકોટ શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જ્યાં 8 વર્ષની બાળકીને તેની માતાએ કપડાં ધોવા માટે દુકાન પર ડીટરજન્ટ પાવડર લેવા મોકલી હતી એ સમયે દુકાનદારના 16 વર્ષીય પુત્રએ બળજબરી કરી બાળકીપર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે સગીરની ધરપકડ કરી તેને બાળ અદાલતમાં રજુ કર્યો છે.

પોલીસે આરોપી કિશોરને સકંજામાં લીધો
સમાજમાં લાલબતી રૂપ અને સનસનાટી મચાવતો આ ચોંકાવનારો બનાવને પગલે કુવાડવા પોલીસે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી કિશોરને સકંજામાં લીધો હતો. પોલીસ ફરિયાદમાં જણવા મળતી વિગતો મુજબ આરોપી પોતાનાં મકાનમાં જ કરીયાણાની દુકાન ધરાવે છે.

વિતક વર્ણવતા ઘરના લોકો ચોંકી ગયા
દુષ્કર્મનો ભોગ બનનાર બાળકી એકાદ બે દિવસથી ગુમસુમ રહેવા માંડી હોઇ અને ગઇકાલે રડવા માંડતા માતા સહિત પરિવારજનોએ ફોસલાવીને શું થયું? તે અંગે પુછતાં તેણીએ વિતક વર્ણવતા ઘરના લોકો ચોંકી ગયા હતાં. બાળાએ કહ્યું હતું કે પોતે અઠવાડીયા પહેલા ઘરેથી કપડા ધોવાનો પાવડર લેવા માટે નીકળી હતી ત્યારે 16 વર્ષના સગીરે કરિયાણાની દૂકાનમાં લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પોક્સો હેઠળ ગુનો દાખલ
આ બનાવથી ગભરાયેલી બાળાએ આટલા દિવસ સુધી કોઇને વાત કરી ન હોતી. અંતે ગઇકાલે પોતાની માતાને આપવીતી વર્ણવતા પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.બાળાએ પોતાના વાલીને જણાવ્યું હતું કે, કરિયાણાની દૂકાને પહોંચી ત્યારે દૂકાન બંધ હોઇ સાથે જ આવેલા મકાનનો દરવાજો ખોલી જોતાં અંદર સગીર ઉંભો હતો. તે તેણીને દૂકાન અંદર લઇ ગયો હતો અને બળજબરી આચરી લીધી હતી. જેથી કુવાડવા પોલીસે બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધી સગીર આરોપીની ધરપકડ કરી છે.