તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંદડી બની યમદૂત:રાજકોટમાં તડકાથી બચવા ઓઢેલી ચૂંદડી મશીનમાં ફસાતાં 18 વર્ષની યુવતીનો જીવ ગયો, મૃતદેહ PM માટે ખસેડાયો

રાજકોટએક મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસ્વીર
  • ચુડાના કુંડલા ગામનો બનાવ, યુવતીએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ જિલ્લાના ચુડા પાસેના કુંડલા ગામે રહેતી 18 વર્ષની યુવતી તડકાથી બચવા માથે ચૂંદડી ઓઢી, હલર મશીન પાસે કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગઇ હતી, ત્યારે અચાનક ચૂંદડી મશીનની ચેઇનમાં ફસાતાં યુવતી તેની સાથે ખેંચાતા માથું ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. હાલ યુવતીના મૃતદેહને પોલીસ દ્વારા PM માટે ખસેડવામાં આવ્યો હતો.

ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાયો હતો
બનાવની પ્રાપ્ત અનુસાર કુંડલામાં યુવતી તેના પિતા સુરેશભાઇ પશવાભાઇ વનાણી ગત સાંજે 04:30 વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં ત્યારે જયા તેને પાણી આપવા આવી હતી. તડકાથી બચવા તેણે ચૂંદડી ઓઢી રાખી હતી. પાણી આપવા હાથ લંબાવતાં ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાયો હતો અને એ સાથે તે ખેંચાઇ ગઇ હતી અને માથું મશીનમાં અથડાતાં ગંભીર ઇજા થઇ હતી.

પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો
જયાને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સિવિલમાં સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.સારવાર કારગત ન નિવડતાં દમ તોડી દીધો હતો. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ PM માટે ખસેડી કાગળો ચુડા પોલીસને મોકલવા તજવીજ કરી હતી. ઉલ્લેખનીય છે કે જયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. યુવાન દિકરીના મોતથી પરિવારજમાં શોકની લાગણી છવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો