તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો:ગોંડલ પાલિકાની ચૂંટણીના ઉમેદવારોમાં 2 સાવ અભણ, ચાર ચોપડી ભણેલા 5 !

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અલ્પશિક્ષિતથી લઈ ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો લગોલગ

ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષમાંથી ઉમેદવારોએ દમદાર દાવેદારી નોંધાવી છે ત્યારે ઉમેદવારોના શિક્ષણમાં અભણ, અલ્પશિક્ષિતથી લઇ ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો નજરે પડી રહ્યા છે. ઉમેદવારોના અભ્યાસની યાદીમાં અભણમાં અપક્ષના ઉમેદવાર સલીમભાઈ ચૌહાણ, કોંગ્રેસના હેમીબેન પીપળીયા, ધોરણ-1 પાસમાં આમદભાઈ ચૌહાણ અપક્ષ, ધોરણ 2 પાસ માં ભાજપના અનિતાબેન રાજ્યગુરુ, આપના રેશ્માબેન કાથરોટીયા, ધોરણ 3 પાસ માં સમજુબેન રુખડભાઈ ભાજપ, ધોરણ 4 પાસમાં ભાજપના હાજરાબેન ચૌહાણ, ધોરણ 7 પાસમાં ભાજપના કાંતાબેન સાટોડીયા, આપના ઇલાબેન ગણોદિયા, 8 પાસમાં કોંગ્રેસના અફઝલ પરિયટ, અને 10 નાપાસમાં ભાજપના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભી અને કોંગ્રેસના ફઝલભાઈ માંડવીયાનો સમાવેશ થાય છે.

ભાજપના રાજેન્દ્રસિંહ જાડેજા અને અર્પણાબેન આચાર્ય એ બીએ પાસ છે, ભાજપના રાજુભાઈ ઘાના બીએ એલએલબી, હંસાબેન માધડ અને વસંતબેન ટોળીયા એલએલબી, ગીતાબેન પારધી બીએ ટીટીએનસી, સોનલબેન ધડુક એમએ, અને ભાજપના આસિફભાઇ ઝકરિયા એલએલબીની ડિગ્રી ધરાવે છે.

ભાજપે હત્યાના આરોપીને પાલિકાની ટિકિટ ફાળવી
તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હત્યાના આરોપી હાલ જામીન પર છૂટેલા શખ્સને ભાજપ દ્વારા પાલિકાની ટિકિટ આપાતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. એક વર્ષ પહેલા ભરૂડી ભુણાવા પાસે આવેલ પેન્ટાગોન કારખાનામાં રસોઇનું કામ કરતા શંકરરામ તરતાલાલ ચૌહાણની ચોરીની શંકાએ વીજળી શાખાના ચેરમેન રવિ કાલરીયા અને કોંગ્રેસમાં ભળેલા શૈલેષ રોકડએ માર મારી હત્યા નિપજાવી લાશને હાઈવે પર ફેંકી દીધી હતી. આ બન્ને જામીન પર છે ત્યારે ભાજપમાં ભળેલા શૈલેષ રોકડને ભાજપે પાલિકાની ટિકિટ આપી છે જ્યારે નગરસેવક રવિ કાલરીયાની ટિકિટ કાપી નાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો