તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાનું આગમન:રાજકોટમાં અસહ્ય બફારા વચ્ચે 150 ફૂટ રિંગ રોડ, ત્રિકોણબાગ, કાલાવડ રોડ પર ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

રાજકોટ3 મહિનો પહેલા
  • પ્રી-મોન્સુનની કામગીરી અંગે લોકોમાં સવાલ ઉઠ્યા

સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું તો પ્રવેશી ગયું છે, સવારથી બપોરના 3 વાગ્યા સુધી તડકો હતો, પરંતુ 3 વાગ્યા બાદ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધીમાં શહેરમાંવરસાદી ઝાપટુ પડ્યું હતું. જેના પગલે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે રૈયા રોડ, યુનિવર્સીટી રોડ, કાલાવડ રોડ, મુંજકા, મોટા મવા, મોટી ટાંકી ચોક.રેસકોર્ષ રિંગ રોડ,રૈયા રોડ,લીમડા ચોક,ત્રિકોણબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

પ્રી-મોન્સુનની કામગીરી અંગે લોકોમાં સવાલ ઉઠ્યા
રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદે તંત્રની પોલ છતી કરી દીધી છે. વરસાદી ઝાપટાંને કારણે ક્યાંક રસ્તા પર પાણીનાં ખાબોચિયાં તો ક્યાંક રસ્તા પર ખાડા નજરે પડી રહ્યાં છે. માત્ર વરસાદી ઝાપટાંથી રાજકોટમાં ગોંડલ રોડ ચોક ખાતે ખાડા અને પાણીનાં ખાબોચિયાં ભરેલાં નજરે પડ્યાં હતાં, જેને કારણે વાહનચાલકોને દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવાની શરૂઆત થઇ ચૂકી હોય એવું લાગી રહ્યું છે. હાલ નીચાણવાળા વિસ્તારોમાં અને શહેરના અંડરબ્રીજમાં પાણી ન ભરાય તે માટે મનપાની ટીમો કામે લાગશે​​​​​

રવિવારે શહેરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો
રાજકોટમાં ગત રવિવારે અચાનક બપોરના 1 વાગ્યે મેઘરાજાએ શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ. જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી. એક કલાકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને રાજકોટમાં NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોરોનાની કળ વળતા જ ધોધમાર વરસાદમાં લોકો ન્હાવા માટે રેસકોર્સ રિંગ રોડ પર આવી ગયા હતા.