• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Amid Fears Of Omicron, 4 People, Including 3 Children And A Woman, Came To Dhoraji From London And Started Testing And Tracing Operations.

ફફડાટ:ઓમિક્રોનની દહેશત વચ્ચે 3 બાળકો અને એક મહિલા સહીત 4 લોકો લંડનથી ધોરાજી આવ્યા, ટેસ્ટિંગ અને ટ્રેસીંગની કામગીરી શરુ

ધોરાજીએક મહિનો પહેલા
વિદેશથી આવેલ 4 લોકોમાં એક મહિલા સહીત 3 બાળકોનો સમાવેશ થાય છે
  • આરોગ્ય વિભાગ દ્વારા ચારેયના સેમ્પલ લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વધુ 4 લોકો વિદેશથી પરત આવ્યા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દ્બારા તમામના સેમ્પલ લઇ રાજકોટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. વિદેશથી આવેલ 4 લોકોમાં એક મહિલા સહીત 3 બાળકોનો સમાવેશ થાય છે અને તેઓ લંડનથી ધોરાજી આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનોની પુછપરછ કરી ટ્રેસીંગ કામગીરી ધરવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનોની પુછપરછ કરી ટ્રેસીંગ કામગીરી ધરવામાં આવી

આરોગ્ય વિભાગની ટીમ ડિલક્સ એપાર્ટમેન્ટમાં પહોંચી
રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ ડિલક્સ એપાર્ટમેન્ટમાં એક 36 વર્ષીય મહિલા અને તેની સાથે બે 9 વર્ષના બાળક તેમજ એક 7 વર્ષની બાળકી લંડનથી પરત આવ્યા હતા. ચારેય લોકો લંડનથી આવ્યાની માહિતી આધારે ધોરાજી આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ડિલક્સ એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી અને ચારે લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ડિલક્સ એપાર્ટમેન્ટ ખાતે પહોંચી
આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ડિલક્સ એપાર્ટમેન્ટ ખાતે પહોંચી

ટ્રાવેલ હિસ્ટ્રી દરમિયાન કેટલા લોકોને મળ્યા
ઉલ્લેખનીય છે કે લંડનથી આવેલ આ 4 લોકો ધોરાજી ક્યારે પહોંચ્યા તેમજ તેઓ કેટલા લોકોને મળ્યા છે અને તેમને કોરોનના કોઈ લક્ષણ છે કે કેમ સહિતની પુછપરછ કરી ટ્રેસીંગ કામગીરી હાથ ધરી હતી. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે અન્ય રાજ્ય કે અન્ય દેશમાંથી કોઈ સોસાયટી ઘર કે આસપાસમાં આવે તો તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગનો અચૂક સંપર્ક કરે.

વિદેશથી આવેલ 4 લોકોમાં એક મહિલા સહીત 3 બાળકોનો સમાવેશ થાય છે
વિદેશથી આવેલ 4 લોકોમાં એક મહિલા સહીત 3 બાળકોનો સમાવેશ થાય છે