તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતીના નિયમો સુધારો

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય શાળા સંચાલક મહામંડળે સંયુક્ત શિક્ષણ નિયામક સમક્ષ માગણી કરી

રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી સંદર્ભે નિયમોમાં સુધારા કરવા રાજ્ય શાળા સંચાલન મહામંડળ ટ્રસ્ટ દ્વારા સચિવ સંયુક્ત શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે રજિસ્ટર થયેલી શાળાના હેડમાસ્તરો, શિક્ષકો અને અન્ય સ્ટાફના સભ્યોની લાયકાતો ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 અને ત્યારબાદ સુધારા મુજબ નિયત કરેલ છે.

આમ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી શૈક્ષણિક લાયકાતો અને અનુભવને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની શાળાઓ શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફની નિમણૂક કરે છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક નીતિ અન્વયે 5 વર્ષ માટે ફિક્સ પગારથી શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી, આ નિમણૂક વખતે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જે-તે શાળામાં જૂના શિક્ષણ-1 અને નવા શિક્ષક (શિક્ષણ સહાયક)-3 આમ 01:03નું પ્રમાણ જાળવી રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. જૂના શિક્ષક અર્થાત અનુભવી શિક્ષકો, આમ શિક્ષકોને પણ નિયમોનું રક્ષણ મળે છે

આથી આચાર્યની ભરતીમાં આવા જૂના અનુભવી શિક્ષકોને પણ તક મળવી જોઈએ. રાજ્યમાં 1994થી સ્વનિર્ભર શાળાઓની મંજૂરી બોર્ડ દ્વારા આપવાની શરૂઆત થઇ. રાજ્યમાં અંદાજે 15 હજાર કરતા વધુ સ્વનિર્ભર શાળાઓના શિક્ષણકાર્ય ચાલે છે, આ શાળાઓમાં કામ કરતા શૈક્ષણિક સ્ટાફને પણ આચાર્યની ભરતીમાં તક મળવી જોઈએ.તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો