તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Although The Railings Of 15 Bridges From Rajkot National Highway To Gondal Are Broken, The System Is In A Deep Sleep, Fines Are Levied But Development Work Is Not Done.

જોખમી પુલ:રાજકોટ નેશનલ હાઈવેથી લઈને ગોંડલ સુધીના 15 પુલની રેલિંગ તૂટેલી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, દંડ વસુલવામાં આવે છે પણ વિકાસના કામ થતા નથી

રાજકોટએક મહિનો પહેલા
  • મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યા હોવાનો વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે

રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝાથી લઈને ગોંડલ સુધીના 35 કિમીના અંતરમાં 15 જેટલા પુલની રેલીંગ છેલ્લા છ ઘણા સમયથી તૂટી ગઈ હોવા છતાંય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ કરવામાં નથી આવ્યું.આ મુદ્દે વાહન ચાલકો નેશનલ હાઈવે ઓથોરીટી પર મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યાના આક્ષેપ કરી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયાનો દંડ વસૂલવાનો આક્ષેપ
એક તરફ સમગ્ર રાજ્યભરના નેશનલ હાઈ વેના રસ્તા એટલી હદે તૂટી ગયા છે કે ઘણા વાહન ચાલકોને તો વાહનના ટાયર અને વાહનની સલામતી માટે વાહનને પાર્ક કરીને મૂકી દેવા પડયા છે. બીજી તરફ સરકારે નવા મોટર વ્હીકલ એકટની અમલવારી કરીને વાહન ચાલકો પાસેથી રોજ લાખો કરોડો રૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે. ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડ્યા પર પાટુ મારતા હોય તેટલા ટોલ નાકાનો ટોલ ટેક્ષ ઉઘરાવવા ઉભા કરી દીધા છે.

પુલ બંને બાજુ રેલીંગ વગરનો થઈ ગયો
જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર ગામ પાસે માત્ર બે કે ત્રણ કિલોમીટરના અંતરમાં જ 5 જેટલા પુલની રેલીંગ છેલ્લા છ એક મહિનાથી તૂટી ગઈ છે. જેમાં કિંગ વૉટર પાર્ક સામે બિહામણી પુલ, બસ સ્ટેન્ડ પાસે તોરણ હોટલ સામેનો પુલ તેમજ જેઠાબાપા મંદિર પાસેનો પુલની રેંલીગ તૂટેલ હાલતમાં છે જ્યારે થોડા દિવસ પૂર્વે જ જેઠાબાપાના પુલ પાસે દૂધ ભરેલ એક ટ્રક પુલ નીચે ખાબકયો અને અઠવાડિયા બાદ સામેની બાજુની રેલીંગ તોડી સિમેન્ટ ભરેલ એક ટ્રક પુલ હેઠળ ખાબક્યો હતો. જેથી ત્યાં પુલ બંને બાજુ રેલીંગ વગરનો થઈ ગયો હતો.

તૂટેલ રેંલીગને સત્વરે રીપેર કરવા માંગ
પુલ નીચે વીરપુરથી મેવાસા, જેતપુર, હરિપુર, થોરાળા સહિતના 15 જેટલા ગામે જવાનો રસ્તો છે. તેમજ વીરપુરના ખેડૂતો પણ આ પુલ નીચેથી પસાર થઈને પોતાના ખેતરે જાય છે. સદભાગ્યે હજુ સુધી નીચેથી પસાર થતા કોઈ લોકોને જાનહાની થઈ નથી. પરંતુ સ્થાનિક રહેવાસીઓ દ્વારા હાઈવે ઓથોરિટી તંત્રને 15 જેટલા પુલોની તૂટેલ રેંલીગને સત્વરે રીપેર કરવા માંગ ઉઠી પામી છે.

(કિશન મોરબીયા,વીરપુર)