તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું જોખમ:પરિવારમાં કોઈને કોરોના નહિ છતાં બે બાળકીને મ્યુકોરમાઇકોસિસ, સર્જરી કરી નાકમાંથી ફુગ કાઢવામાં આવી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને બાળકીઓને તાવ આવવો અને માથું દુઃખવાના લક્ષણો જણાયા હતા

રાજકોટ શહેરમાં કોરોના કેસ તો ઘટવા લાગ્યા છે, પણ હવે મ્યુકોરમાઇકોસિસની મહામારી શરૂ થઇ છે. મ્યુકોરમાઇકોસિસના શહેરમાં 680થી વધુ કેસો નોંધાયા છે. કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકોરમાઈકોસિસ થાય છે, એ પણ મોટી ઉંમરના દર્દીઓને ભરડામાં લે છે, પરંતુ રાજકોટ જિલ્લામાં 12-12 વર્ષની બે બાળકીઓના પરિવારમાં કોઈને કોરોના નહિ છતાં બે બાળકીને મ્યુકોરમાઇકોસિસ થયો હતો. રોગ વધુ ફેલાય તે પહેલા જ રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સફળ સર્જરી કરીને નાક માંથી ફૂગ કાઢવામાં આવી હતી.

બન્નેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી
આ અંગે વિસ્તારપૂર્વક વાત કરીએ તો ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર 12 વર્ષની મયૂરી બામણિયાને નાકમાં ફંગલ ઈન્ફેક્શન થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોરબીના હળવદના ચરાડવા ગામની 12 વર્ષ 2 મહિનાની અપેક્ષા સોનગરા નામની બાળકી દાખલ છે. હજુ બુધવારે રાત્રે જ બન્નેનું ઓપરેશન કરાયું છે અને હવે બન્ને સ્વસ્થ છે. રાજ્યમાં અત્યારસુધીના નોંધાયેલા દર્દીઓમાં આ બન્ને સૌથી નાની વયની દર્દી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બન્નેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી.

પિતાને હજુ સ્થિતિ જણાવી નથી
આ અંગે મયૂરીના મામા વિરમભાઈ જણાવે છે કે, ‘થોડા દિવસ પહેલા મયૂરીને તાવ આવ્યો હતો અને તાવ ન ઉતરતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો હતો. રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાં એક્સ રેમાં પણ કોરોના ન નીકળ્યો. પછી ડોક્ટરે એમઆરઆઈ કરવાનુ કીધું જે જોઈને ડોક્ટરે કહ્યું કે ફૂગનું ઈન્ફેક્શન છે. એટલે તુરંત જ અમે સિવિલ પહોંચ્યા કારણ કે બધા મજૂરો છીએ. ઈંજેક્શન ખરીદી શકાય તેમ નથી. રવિવારે આવ્યા તો તુરંત જ બેડ મળી ગયો અને બુધવારે સર્જરી પણ થઈ ગઈ અને સિવિલમાં બધા સારું ધ્યાન આપે છે.’મયૂરીના પિતા હરેશભાઈ ભોળા અને લાગણીશીલ સ્વભાવના છે તેથી તેઓને મ્યુકરમાઈકોસિસ અંગે કશુ જણાવાયું જ નથી અને હજુ તેઓ ગામડે જ છે. રાજકોટ સિવિલમાં મયૂરીના માતા હંસાબેન તેમજ મામા વિરમભાઈ તેની કાળજી લઈ રહ્યા છે.

કોરોના મટી ગયો હોય તેવી શક્યતા
વિરમભાઈ જણાવે છે કે કુચિયા ગામમાં કોરોનાના કેસ હતા. કદાચ તેમના બહેન (હંસાબેન) અથવા બનેવી હરેશભાઈ સહિતના પરિવારમાં કોઇને કોરોના થયો હશે પણ તાવની દવા લેતા મટી ગયો હોય તેવું બને, આ સિવાય કોઇ બીમાર પડ્યું નથી.અમે ડર્યા વિના સારવાર અને માનસિક રીતે મજબૂત રહ્યા, જેથી કોરોના અને મ્યુકોરમાઇકોસિસ સામે લડીને બંનેને હરાવ્યા હતા. અન્ય માતા-પિતાએ પણ પોતાના બાળકને આવી કોઈ બીમારી હોય તો તાત્કાલિક હોસ્પિટલ જઈને સારવાર મેળવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...