માન્યમાં ન આવે!:આ વડાપ્રધાન નથી છતાં તમામ સામ્યતા મોદી સાથે મળે છે, નામ, માતાનું નામ, જન્મતારીખ, બ્લડગ્રુપ બધું એકસરખું, લિમ્કા બુકે પણ નોંધ લીધી

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • લિમ્કા બુક દ્વારા તેમને અનબિલિવેબલ સિમિલારિટી ક્રિયેટેડ બાય ગોડ નામે સર્ટિફિકેટ આપવામાં આવ્યું
  • ઊંચાઈ, કદ, વજન, દેખાવ, અને આદતો બધું જ મોટે ભાગે વડાપ્રધાનને મળતું આવે છે

આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે યોગાનું યોગ કહો કે ગમે તે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુંબઇના આર્ટિફિશિયલ જ્વેલરીના ટોચના મેન્યુફેક્ચરર નરેન્દ્રભાઇ સોની વચ્ચે માની ન શકાય એવી સામ્યતા છે. બન્નેના બ્લડ ગ્રુપ, જન્મતારીખ સહિત માતાનાં નામ સરખાં છે. નરેન્દ્રભાઈ સોનીને જ્યારે સામ્યતાઓ વિશે ખ્યાલ આવવાનું શરૂ થયું ત્યારથી તેમણે નરેન્દ્રભાઇ મોદીની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું, આથી એક પછી એક તથ્યો બહાર આવતાં ગયા તેમ તેમ તેઓ વધુ ને વધુ આશ્ચર્યચકિત થતા ગયા.

લિમ્કા બુક દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું
નરેન્દ્રભાઇ સોનીએ સામ્યતા પુરવાર કરતાં 200 પાનાંના દસ્તાવેજ તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ સમક્ષ રજૂ કર્યા હતા. લિમ્કા બુક દ્વારા તેમને 'અનબિલિવેબલ સિમિલારિટી ક્રિયેટેડ બાય ગોડ' નામે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આવો, જાણીએ સામ્યતાની ગજબની ઝલક.

બંનેનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર 1950ના રોજ જન્મ્યા હતા અને આ જ દિવસે નરેન્દ્રભાઇ સોનીનો પણ જન્મ થયો હતો. તેમના નામથી માંડીને ઊંચાઈ, કદ, વજન, દેખાવ અને આદતો બધું જ મોટા ભાગે વડાપ્રધાનને મળતું આવે છે, સાથે બંનેની માતાના નામ ‘હીરાબહેન’ છે. આ ઉપરાંત બંનેના પિતા, દાદા, ભાઈ, અને બહેનનાં નામ પણ સમાન રાશિનાં છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી અને ગુજરાતના ધ્રાંગધ્રામાં જન્મેલા નરેન્દ્ર સોની વચ્ચે કોઇપણ પ્રકારના પારિવારિક કે લોહીના સંબંધો નથી, પરંતુ તેમના બ્લડ ગ્રુપ સમાન એટલે કે A+ છે. આટલું જ નહીં, પરંતુ મોદી અને સોની આ બંને અટક ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ સરખા અક્ષરોની છે.

બંનેના અમેરિકાના વિઝા અગાઉ નકરાઈ ચૂક્યા છે
બન્ને 1960માં સૈનિકોને મળ્યા હતા. બન્નેના યુએસએના વિઝા રદ થયા હતા અને પાછા બન્ને યુએસ જવામાં સફળ રહ્યા હતા. આવી સામ્યતાઓ ઓછી હોય તેમ શરીરના માપ 44-41-45 પણ સરખા. આટલું બધું સામ્ય હોવું અસામાન્ય યોગાનુયોગ ગણાય. નરેન્દ્રભાઇ સોની કહે છે, નરેન્દ્રભાઇ ભારતનું ગૌરવ છે. તેમની સાથેની સામ્યતાથી હું ગૌરવ અનુભવું છું.' વડાપ્રધાનને મળવાની તથા દેશના વિકાસ માટે તથા સ્વચ્છતા જેવાં અભિયાનોમાં વડાપ્રધાનને અનુસરવાની મહેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.

બન્નેનો પ્રિય ખોરાક ભાખરી અને ખીચડી છે
બન્નેનાં જન્મ તા. 17/9/1950ના રોજ થયા છે. અલબત્ત, બન્નેના જન્મ સમયમાં થોડો ફેર છે, પણ જન્માક્ષર એકસરખા છે. અહીં સુધી તો સમજ્યા કે આવું બની શકે, પણ જોવાની મજા છે કે બન્નેની માતાનાં નામ હીરાબેન છે. બન્નેનું બ્લડ એ પોઝિટિવ ગ્રુપ છે. બન્નેના વાળનો કલર સફેદ છે. બન્ને શાકાહારી, નિર્વ્યસની છે. બન્નેનો પ્રિય ખોરાક ભાખરી અને ખીચડી છે.

લિમ્કા બુક તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું.
લિમ્કા બુક તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું.

2013 અને 14ના જન્મદિવસ બન્નેએ પોતપોતાની માતા સાથે વિતાવ્યા હતા
નરેન્દ્રભાઈ મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તેમ નરેન્દ્રભાઇ સોની પણ 13 વર્ષ સુધી આઇજેએમએના પ્રમુખ રહ્યા હતા. બન્નેને વર્ષ 2002માં પ્રોબ્લેમ થયા હતા, એકને રાજકારણમાં બીજાને વ્યવસાયમાં. 2012માં જન્મ દિવસે મોદી સાહેબ યાત્રાધામ અંબાજીમાં હતા તો સોની સાહેબ નાથદ્વારામાં. વર્ષ 2013 અને 14ના જન્મદિવસ બન્નેએ પોતપોતાની માતા સાથે વિતાવ્યા હતા. બન્ને નરેન્દ્રને બન્ને હીરાબેને 101-101 રૂપિયા આપ્યા હતા.

બંનેનો માતા પ્રત્યેનો પ્રેમ.
બંનેનો માતા પ્રત્યેનો પ્રેમ.

2014માં કચ્છ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલે કાર્યક્રમ યોજાયો હતો
2014ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 64મો જન્મદિવસ ઊજવવા માટે કચ્છ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 17મી સપ્ટેમ્બરના રોજ જન્મેલા 64 વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 64 વ્યક્તિમાંથી માત્ર નરેન્દ્ર સોનીની જન્મતારીખ સાથે જન્મનું વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળતું આવતું હતું. આ કાર્યક્રમ બાદ નરેન્દ્ર સોનીને ખ્યાલ આવ્યો કે જન્મતારીખ ઉપરાંત તેમની અનેક નાનીમોટી વસ્તુઓ પણ નરેન્દ્ર મોદીને મળતી આવે છે.

બંનેને સાઇકલ ચલાવવાનો શોખ.
બંનેને સાઇકલ ચલાવવાનો શોખ.
નરેન્દ્ર સોની હાલ મુંબઈમાં બિઝનેસ કરે છે.
નરેન્દ્ર સોની હાલ મુંબઈમાં બિઝનેસ કરે છે.
નરેન્દ્ર સોનીને મળેલું સર્ટિફિકેટ.
નરેન્દ્ર સોનીને મળેલું સર્ટિફિકેટ.
નરેન્દ્ર સોની મૂળ રાજકોટના.
નરેન્દ્ર સોની મૂળ રાજકોટના.