સર્વે માત્ર નામના:રાજકોટમાં એક વર્ષથી કોરોનાના દર્દીની ઓટોપ્સી થાય છે છતાં કારણ અને તારણ ગુપ્ત, પરિણામ છુપાવીને નાગરિકો સાથે રીતસરની મજાક

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કોરોનાથી મૃત્યુ કારણ જાણવા ઓટોપ્સી માટે 34 સ્વજનોના મૃતદેહો સોંપ્યા
  • જિલ્લાના 3600લોકોએ સીરો સર્વે માટે લોહી આપ્યું તે વ્યર્થ

કોરોનાને અટકાવવા, રસીની અસરકારકતા જાણવા, મહામારી સામે લોકો કેટલા સુરક્ષિત તેનો તાગમેળવવા, કોરોનાથી શરીરમાં શુ ઘાતક અસર થવાથી મોત થાય છે તેનું તબીબોને પણ દિશાસૂચન થાય તે માટે ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં ઓટોપ્સી થઈ અને છેલ્લે સીરો સર્વેલન્સ કરાયો છતાં રાજકોટ મનપા, સિવિલ હોસ્પિટલ અને જિલ્લા પંચાયત દ્વારા આ સર્વેના તારણો -પરિણામ છુપાવી દઈને નાગરિકો સાથે રીતસરની મજાક થયાનું બહાર આવ્યું છે.

રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે કોરોના ડેડબોડીની ઓટોપ્સી કરવામાં આવે છે - ફાઈલ તસવીર
રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે કોરોના ડેડબોડીની ઓટોપ્સી કરવામાં આવે છે - ફાઈલ તસવીર

14 મહિના પછી પણ તારણો છુપાવી રખાયા છે
સપ્ટેમ્બર-2020ના આરંભે રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુનું તબીબી કારણ જાણવા ઓટોપ્સી (ડેડબોડીનું ડિસેક્શન) ખૂબ સાવચેતીપૂર્વક હાથ ધરાયું હતું. લોકોને ભારે સમજાવટ બાદ 34 પરિવારોએ તેમના સ્વજનોના મૃતદે્હો આ તબીબી સંશોધન માટે આપ્યા હતા. બે મહિના બાદ તેના તારણો તૈયાર થઈ ગયા અને તે જાહેર કરવાની તૈયારી પણ કરાઈ પણ સરકારમાંથી અચાનક બ્રેક લાગી ગઈ અને આજે 14 મહિના પછી પણ તે તારણો છુપાવી રખાયા છે.

34 પરિવારોએ તેમના સ્વજનોના મૃતદે્હો આ તબીબી સંશોધન માટે આપ્યા - પ્રતીકાત્મક તસવીર
34 પરિવારોએ તેમના સ્વજનોના મૃતદે્હો આ તબીબી સંશોધન માટે આપ્યા - પ્રતીકાત્મક તસવીર

આશરે 3600 નાગરિકોના જુદા જુદા લોહીના નમુના લેવાયા
રાજકોટમાં સીરો સર્વેલન્સ કે જેની અગાઉથી જ જરૂરિયાત હતી તે કરવામાં આવ્યો હતો.શહેર અને જિલ્લામાં આશરે 3600 નાગરિકોના જુદા જુદા લોહીના નમુના લેવાયા જેમાં કોરોના સામે લડે તેવું એન્ટીબોડી આવ્યું કે નહીં તેનું લેબ.ટેસ્ટીંગ કરીને તારણો બહાર પાડવાના હતા. પરંતુ, આ સામાન્ય પણ રસીકરણની અસરકારકતા કેટલી, રાજકોટમાં કેટલા લોકોને કોરોના થવાનું જોખમ છે, કેટલાને જોખમ ઓછુ તેવી મહત્વની દિશામાં સ્પષ્ટ નિર્દેશ આપી શકે તેવા તેના તારણો છુપાવી દેવાયા છે.

સેમ્પલ લઈને કેમિકલની અંદર રાખવામાં આવે છે - ફાઈલ તસવીર
સેમ્પલ લઈને કેમિકલની અંદર રાખવામાં આવે છે - ફાઈલ તસવીર

પરિણામ જાહેર કરવાની સત્તા નથી
આ અંગે ઓટોપ્સી કરનાર તબીબને પુછો કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને, મનપાના કે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને પુછો, દરેક આ મુદ્દે હાથ ખંખેરે છે, સર્વે કર્યો, રિસર્ચ કર્યું પણ તેમના હાથમાં તેનું પરિણામ જાહેર કરવાની સત્તા નથી તેવું સ્પષ્ટ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...