તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:B.Sc સેમ-1માં રિપીટરને પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી આપો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એનએસયુઆઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિને લેખિત રજૂઆત કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવામાં વર્ષ 2014/15ના રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે તેવી માગણી સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ બુધવારે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણીને આવેદન આપી રૂબરૂ રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માગણી કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, તા.7/1/21ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે શૈક્ષણિક વર્ષ 2020-21માં પ્રથમ સત્રની તા.7/1/2021 થી સેમેસ્ટર-1માં પરીક્ષાના આવેદનપત્ર નિયત પરીક્ષા ફી સાથે ઓનલાઈન ભરવાના રહેશે. આ પત્રમાં 2016-2019 સુધીના જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે એવું પત્ર દ્વારા જાણવા મળ્યું છે.

2016 પહેલા બીએસસી સેમેસ્ટર-1 (રિપીટર) જે વિદ્યાર્થીઓ છે તે ખૂબ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવો કઠોર નિર્ણય લઇને વિદ્યાર્થી ભાવિ જોખમમાં ધકેલાઈ રહ્યું છે. 2016 પહેલાના રિપીટર વિદ્યાર્થીઓના હજુ પરીક્ષા ફોર્મ નથી ભરાયા છતાં પણ યુનિવર્સિટી દ્વારા તારીખ 1/2/2021ના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વિદ્યાર્થીઓએ કુલપતિને 20/1/2021ના રોજ આવેદન આપીને રજૂઆત કરેલી છે. છતાં પણ હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો