તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વેપારીઓને સવારે 8થી રાત્રે 8 સુધી છૂટ આપો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને રજૂઆત

હાલના આંશિક લોકડાઉનમાં સરકાર દ્વારા સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ આપેલ છે. પરંતુ આ સમયગાળો નાનો વેપારીઓ માટે ખૂબ જ ઓછો હોય કે જેથી ટ્રાફિક થવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ સંપૂર્ણ પાલન થતું નથી. તેમજ વેપારમાં પારાવાર નુકસાન પણ થઇ રહ્યું છે. આ માગણીને ધ્યાનમાં રાખી વેપારીઓ મુક્તમને ધંધો કરી શકે અને આર્થિક મંદીમાંથી બહાર નીકળે તે માટે તમામ વેપારીઓની દુકાનો સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપવી.

અમુક ઔદ્યોગિક એકમોની ઉત્પાદન પ્રક્રિયા ત્રણ શિફ્ટમાં ચાલતી હોય છે. ત્યારે ત્યાંના કર્મચારીઓ અને મજૂરોને રાત્રી કર્ફ્યૂના સમય દરમિયાન ઘણી મુશ્કેલી પડી રહી છે. વધુમાં હોટેલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓ પણ રાત્રી કર્ફ્યૂના કારણે પોતાના ધંધામાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન ભોગવી રહ્યાં છે. તેથી શહેરમાં કર્ફ્યૂનો સમય રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી કરવો. વેક્સિનેશનની કામગીરી વધારવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...