તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:કુલપતિની સહી કરાવ્યા વિના Ph.Dની વિદ્યાર્થિનીને ગાઈડની ફાળવણી કરી!

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર
 • મનોવિજ્ઞાન અભ્યાસ સમિતિના ચેરમેને ડે.રજિસ્ટ્રારને પત્ર લખી જણાવ્યું

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની જે ગાઈડના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહી હતી તેમનું અવસાન થતા વિદ્યાર્થિનીએ નવા ગાઈડ ફાળવવાની યુનિવર્સિટીમાં અરજી કરી હતી, પરંતુ પીએચડીના ઓર્ડિનન્સ મુજબ ગાઈડની ફાળવણી ફક્ત ડીઆરસી જ કરી શકે છતાં યુનિવર્સિટીએ કુલપતિની સહી કરાવ્યા વિના વિદ્યાર્થિનીને ગાઈડ ફાળવી દીધા. હવે વિદ્યાર્થિની અને ગાઈડ વચ્ચે થયેલા મતભેદોને લઈને મોટો વિવાદ થયો હતો જેની તપાસ મનોવિજ્ઞાન અભ્યાસ સમિતિના ચેરમેન પ્રો.ડૉ.જયેન્દ્ર જારસાણિયાને કરવા જણાવ્યું હતું. તાજેતરમાં જ ડૉ.જારસાણિયાએ યુનિવર્સિટીના ડે.રજિસ્ટ્રાર, પીજી વિભાગને પત્ર લખી વિદ્યાર્થિનીના પીએચડીના માર્ગદર્શક પ્રો.ભાલાળાની ફાળવણી જ ખામીયુક્ત હોવાનું અને ગાઈડ સામે વિદ્યાર્થિનીએ કરેલી રજૂઆતો પણ ખોટી હોવાનો ખુલાસો કર્યો છે.

યુનિવર્સિટીને લખેલા પત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થિની ચાવડા ધાનીને માર્ગદર્શક તરીકે પ્રો.ભાલાળા ફાળવાયા હતા, પરંતુ પીએચડી ઓર્ડિનન્સ 2016 મુજબ પીએચડી વિદ્યાર્થિની ફાળવણી ફક્ત ડીઆરસી જ કરી શકે તે મુજબની કાર્યવાહી થઇ નથી. પ્રો. ભાલાળાને માર્ગદર્શક તરીકે ફાળવાયાની પ્રક્રિયામાં પીજીટીઆર વિભાગની નોંધ પર કુલપતિની સહી જ નથી, કુલપતિની સહી વિના ગાઈડની ફાળવણી થઇ છે. તેથી ગાઈડની ફાળવણી પ્રક્રિયા જ ખામીયુક્ત હોય તેવું જણાય છે તેથી વિદ્યાર્થિનીને ગાઈડની ફાળવણી ડીઆરસી દ્વારા કરવા જણાવાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ કુલપતિને રજૂઆત કરી હતી કે, સેમેસ્ટર-4ની ફી ગાઈડ દ્વારા અટકાવવામાં આવી છે પરંતુ હકીકત એ છે કે, તારીખ 4-8-2018ના રોજ વિદ્યાર્થિનીએ સેમેસ્ટર-4ની ફી યુનિવર્સિટીમાં ભરી દીધી છે અને ત્યારબાદ પ્રો. ભાલાળાને ગાઈડ તરીકે 11-3-19ના રોજ ફાળવ્યા હતા એટલે વિદ્યાર્થિનીની રજૂઆત ખોટી છે. અને આરએસીમાં વિદ્યાર્થિનીનું પીએચડીનું કાર્ય સંતોષકારક નહીં થયું હોવાથી તેનું રજિસ્ટ્રેશન રદ થવા પાત્ર હોવાનું પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો