રજુઆત:ભારે વરસાદથી શહેરના રોડ-રસ્તા મરામત કરવા ગ્રાન્ટ ફાળવોઃરાજકોટ મ્યુનિ.નાં વિપક્ષ નેતાએ CMને પત્ર લખ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરના રસ્તાઓ પર મોટા ખાડા પડ્યા. - Divya Bhaskar
રાજકોટ શહેરના રસ્તાઓ પર મોટા ખાડા પડ્યા.
  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં વર્ષ 2019-20માં રૂ.25 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં ભારે વરસાદમાં ધોવાયેલા રોડ-રસ્તા મરામત કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે. રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે ત્યારે સર્વત્ર જિલ્લાઓમાં સીઝનનો સારો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને રાજકોટમાં મેઘરાજાએ મહેર વરસાવી છે.

ગત વર્ષે વિજય રૂપાણીએ 25 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી
વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજકોટનાં પીવાના પાણીની સમસ્યાનો હલ ઉકેલ્યો તેમજ ભર ચોમાસે પીવાના પાણી માટે નર્મદામાંથી સૌની યોજના લીંક-3 મારફત પીવાનું પાણી રાજકોટ મહાનગરપાલિકાએ પરભારે મંગાવવું પડતું હતું એ રાજકોટનો પ્રાણ પ્રશ્ન મેઘરાજાએ એક વરસાદમાં ઉકેલ્યો છે.
ત્યારે રાજકોટમાં સારા વરસાદની સાથે સાથે રોડ રસ્તામાં નુકસાન પણ ઘણું થયું છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં વર્ષ 2019-20માં રૂ.25 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા તા.17/09/2019ના ઠરાવથી ચોમાસાની ઋતુ બાદ રસ્તાની મરામત કામગીરી માટે આપવામાં આવી હતી.

રાજકોટ મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી.
રાજકોટ મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવો
આ ધ્યાને લઇ આપ રાજકોટ શહેરમાં વિકાસ કાર્ય પેટે ગ્રાન્ટ ફાળવશો. તેમજ કોરોના મહામારી કોવિડ-19માં રાજકોટ મહાનગરપાલિકાનાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ લોકોના આરોગ્યના હિતાર્થે પોતાના સ્વભંડોળમાંથી ગ્રાન્ટ ફાળવી દીધી હોય તો રાજકોટ શહેરના વિકાસ અને પ્રજાજનોના હિતાર્થે આપ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને ગ્રાન્ટ ફાળવો તેવી રાજકોટ શહેરના નગરજનોવતી રાજકોટ મહાનગરપાલિકાનાં વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીની માંગ છે.

શહેરના તમામ રસ્તાની હાલત ખરાબ.
શહેરના તમામ રસ્તાની હાલત ખરાબ.
અન્ય સમાચારો પણ છે...